ગીર સોમનાથ: સ્વતંત્રતા પર્વ પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને તિરંગા શૃંગારથી શણગારવામાં આવ્યા હતા. આ સાથે જ સોમનાથ મહાદેવ પર ત્રિરંગા છોગા વાડી પાઘડી પણ સુશોભિત કરવામાં આવી હતી. આ પાઘડી અમદાવાદના એક શિવ-ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવી હતી.
સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શૃંગાર કરવામાં આવ્યો - સોમનાથ મહાદેવનો શૃંગાર
સ્વતંત્રતા પર્વ પ્રસંગે સોમનાથ મહાદેવને ત્રિરંગા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ અમદાવાદના એક શિવ-ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવેલી ત્રિરંગા છોગા વાળી પાઘ મહાદેવને પહેરાવવામાં આવી હતી.
સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શૃંગાર કરવામાં આવ્યો
20 દિવસની મહેનત બાદ પાઘડી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગના માપ અનુસાર તૈયાર કરવામાં આવી હતી, ત્યારે સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને શિવ-ભક્તિ સાથે સાથે દેશભક્તિનો પણ અનુભવ થયો હતો.