ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં બનાવાશે પૌરાણિક અવશેષોનું મ્યુઝિયમ - Today News Somnath

ગીર સોમનાથઃ જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ મંદીરના સદીઓ જુના પૌરાણીક ઈતીહાસ સાથે જોડાયેલા પ્રાચીન અવશેષોનું અદ્યતન મ્યુઝીયમ કાર્યરત કરવા જઈ રહ્યું છે. 800 થી 1100 વર્ષ જુના અવશેષો અહીં મુકવામાં આવશે જેના કારણે આવનારા યાત્રીઓને સોમનાથનો ભવ્ય ઇતિહાસ દર્શાવી શકાય.

mythological remains museum
પૌરાણિક અવશેષોનું મ્યુઝિયમ

By

Published : Jan 6, 2020, 3:22 AM IST

1951 પહેલાના સોમનાથ મંદીર વીશે અનેક માન્યતાઓ છે જેમાં 16 વખત સોમનાથ મંદીરને તોડી પડાયું હતું તો સમયાંત્તરે મંદીર ફરી બન્યું અને આજે દેશની આસ્થા અને અખંડતાના સાક્ષી રૂપે ભવ્ય મંદીર આપણી સમક્ષ ઊભું છે.

પૌરાણિક અવશેષોનું મ્યુઝિયમ

તાજેતરમાં જ કેન્દ્ર સરકારની પ્રસાદ સ્કીમ હેઠળ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર જે 15 કરોડના ખર્ચથી બન્યું છે. જેમાં એક અદ્યતન વીશાળ મ્યુઝિયમ બની રહ્યું છે હાલ તેમાં થોડા અવશેષો મુકાયા છે પરંતુ આવનારા સમયમાં તેમાં તમામ મુર્તીઓ તેમજ તેમની માહીતી ઈતીહાસ સાથે લાઈટીંગ સહીતનું મ્યુઝીયમ ખુલ્લું મુકાશે.

પૌરાણિક અવશેષોનું મ્યુઝિયમ
પૌરાણિક અવશેષોનું મ્યુઝિયમ

ABOUT THE AUTHOR

...view details