ગીર સોમનાથઃ જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે વેરાવળમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે નગરપાલિકાને સૌથી વધુ વેરો આપતા સટ્ટા બજાર વિસ્તારમાં વરસાદને કારણે ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા. તમામ રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા કરાયેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવા વરસાદના પાણીમાં કાગળની હોડીની જેમ ડૂબી ગયા હતા.
વેરાવળમાં 1 દિવસના વરસાદમાં જ નગરપાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો - મસમોટી જાહેરાતો
ગીર સોમનાથ જિલ્લામાં મંગળવાર સવારથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે મુખ્ય મથક વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વેરાવળના હાર્દ સમા સટ્ટા બજાર, સુભાષ રોડ, ગાંધી ચોક જેવા વ્યાપારિક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા, ત્યારે વેરાવળ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર વરસાદે પાણી ફેરવ્યું તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
વેરાવળમાં 1 દિવસના વરસાદમાં જ નગરપાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો
ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરીની મસમોટી જાહેરાતો એક જ વરસાદમાં ધોવાઈ જતા લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.