- તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે પાણી સોધવું કઠિન
- વન્ય જીવોને લાંબા અંતર સુધી પાણી માટે ભટકવુ પડે નહિ
- ઘોમઘખતા તાપમાં આ કૃત્રિમ પાણીના પોઇન્ટ પર તેમની તરસ બુજાવે
ગીર-સોમનાથ :એશિયાટિક લાયનના ગઢ એવા સાસણગીર અભ્યારણના વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ નાના-મોટા વોકળા અને નદી-નાળા સુકાવા લાગ્યા છે. બીજી તરફ ઘોમઘખતા તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે પાણી સોધવું કઠિન બની જાય છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ અને સાસણગીર પંથકમાં વન વિભાગ દ્વારા વન્ય જીવોને કૃત્રિમ રીતે પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે.
પાણીના પોઇન્ટ વન્ય જીવો માટે આર્શીવાદ રૂપ ટેન્કરો દ્વારા પાણી ઠાલવવામાં આવે
વન વિભાગ દ્વારા ગીર અભ્યારણમાં 500થી વઘુ પાણીના પોઇન્ટ નક્કી કરાયા છે. જેમાં ટેન્કરો દ્વારા પાણી ઠાલવવામાં આવે છે. તો ઘણી જગ્યાએ તો પવનચક્કી અને સોલાર વોટરપંપ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે. આશરે 100થી વધુ પવનચક્કી અને સોલાર વોટરપંપ દ્વારા નિર્ધારિત પોઈન્ટ પર કૃત્રિમ રીતે પાણી પુરુ પાડવામાં આવે છે. જેથી વન્ય જીવોને લાંબા અંતર સુધી પાણી માટે ભટકવુ પડે નહિ.
પાણીના પોઇન્ટ વન્ય જીવો માટે આર્શીવાદ રૂપ આ પણ વાંચો : મહેસાણાનું થોળ પક્ષી અભ્યારણ બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અચોક્કસ મુદ્દત માટે બંધ
વન વિભાગ દ્વારા 500 જેટલા પોઇન્ટ તૈયાર કરાયા
સાસણગીર અભ્યારણમાં આવેલા કમલેશ્વર ડેમમાંથી વન્ય પ્રાણીઓને કુદરતી રીતે પાણી મળી રહી છે પરંતુ અન્ય વિસ્તારોમાં પાણી હાલ નહિવત પ્રમાણમાં છે. વન વિભાગ દ્વારા 500 જેટલા પોઇન્ટ તૈયાર કરાયા છે. આ ઉપરાંત રાજ્યના નમુનેદાર એવા સાસણગીર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલા સિંહ અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓને ગરમી ના લાગે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
પાણીના પોઇન્ટ વન્ય જીવો માટે આર્શીવાદ રૂપ આ પણ વાંચો : નળ સરોવર અભ્યારણમાંથી પક્ષીનો શિકાર કરનારો ઝડપાયો
વન વિભાગ દ્વારા દર વર્ષે માર્ચ મહિનાથી જ કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરી દેવાય છે
સાસણ ગીર ના એ.સી.એફ. ડૉ.રામરતનના જણાવ્યા અનુસાર, જેમ-જેમ ઉનાળાના દિવસો વીતતા જાય છે. તેમ તાપ અને ગરમી કારણે પાણીના સ્ત્રોત સુકાવા લાગે છે અને પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. ગીરના અભ્યારણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષે માર્ચ મહિનાથી જ કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરાવાની શરૂઆત કરી દેવામાં આવતા હોવાથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પાણીની વિકટ સમસ્યાનો સમાનો કરવો પડતો નથી અને ઘોમઘખતા તાપમાં આ કૃત્રિમ પાણીના પોઇન્ટ પર તેમની તરસ બુજાવે છે. પક્ષીઓ સ્નાનનો પણ લ્હાવો લઇ ઠંડક મેળવે છે.
વન વિભાગ દ્વારા ગીર અભ્યારણ્યમાં 500 થી વધુ પાણીના કૃત્રિમ પોઈન્ટ તૈયાર કરાયા