ગુજરાત

gujarat

ETV Bharat / state

સનવાવ ગામના વિદ્યાર્થીઓ ST બસના અભાવે 5 KM પગપાળા શાળાએ જવા મજબુર - સનવાવ સમાચાર

ગીરગઢડાથી સનવાવ ગામ વચ્ચેના રોડના કામને કારણે બસની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેને લઈને સનવાવ ગામે એસટી બસના અભાવે 50થી વધુ વિદ્યાર્થીઓ 5 KM પગપાળા શાળાએ જવા મજબુર બન્યા છે.

Gir-Somnath
Gir-Somnath

By

Published : Mar 10, 2021, 5:25 PM IST

Updated : Mar 10, 2021, 8:12 PM IST

  • સનવાવ ગામના વિદ્યાર્થીઓની શાળાએ જવા માટે અગ્નિ પરિક્ષા
  • 50થી વધુ છાત્રો એસટી બસના અભાવે 5 km પગપાળા શાળાએ જવા મજબુર
  • ગીરગઢડાથી સનવાવ ગામ વચ્ચેના રોડના કામને કારણે બસની સુવિધા બંધ કરાઈ

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાનાં સનવાવ ગામ તેમજ આજુબાજુના વાડી વિસ્તારના 50થી વધુ વિદ્યાર્થીઓ ગીરગઢડા ગામે શાળામાં દરરોજ અભ્યાસ અર્થે જતા હોય છે. પરંતુ એસટી બસ ગામ સુધી ન આવતા તમામ વિદ્યાર્થીઓને નાછૂટકે પગપાળા 5 km ગીરગઢડા સુધી જવા મજબુર બન્યા છે. જેથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા મળે તેવી માગ ઉઠી છે. ગીરગઢડાથી સનવાવ ગામ વચ્ચેના રોડનું કામ છેલ્લા ઘણા સમય શરૂ હોવના કારણે બસની સુવિધા બંધ કરવામાં આવી હતી.

સનવાવ ગામે રોડ બની ગયા પછી પણ એસટી બસ પહોંચી શકતી નથી

પરંતુ છેલ્લા સાતેક દિવસથી આ રોડનું કામ પૂર્ણ થય ગયું હોવા છતાં પણ એસટી બસ સનવાવ ગામે આવતી નથી. જેના કારણે આ વિસ્તારના ધો. 8થી 10ના છાત્રો શાળાએ જવા માટે 5 કિ.મી. દૂર પગપાળા જવા મજબુર બન્યા છે. ઉનાળાની શરૂઆત અને ધોમધખતા તાપ વચ્ચે રોજ વિદ્યાર્થીઓને પગપાળા જતા હોવાથી શાળાએ પણ સમયસર પહોંચી શકતા નથી. આથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી છે. જોવા જેવી વાત એ છે કે સનવાવ ગામે રોડ બની ગયા પછી પણ એસટી બસ પહોંચી શક્તી નથી. પરંતુ ટ્રાવેલ્સની બસો નિયમીત સનવાવ ગામમાં આવે છે.

છાત્રોને રૂપિયા 20 ટિકિટ ભાડા ખર્ચીને શાળાએ જવું પડે છે

સનવાવ ગામમાં એસટી બસ આવતી ન હોવાથી છાત્રોને ખાનગી રીક્ષા ભાડુ રૂપિયા 10 જવાના અને રૂપિયા 10 આવવાના એમ કુલ રૂ.20 અભ્યાસ અર્થે ચુકવી જવા મજબુર કર્યા છે.

આ પણ વાંચો :ખેડાના ડાકોર બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો હોબાળો

Last Updated : Mar 10, 2021, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details