ગુજરાત

gujarat

By

Published : May 24, 2021, 7:48 AM IST

ETV Bharat / state

ઉના અને ગીર ગઢડામાં થયેલા થયેલા નુકશાન અંગેના સર્વેની કામગીરીમાં 400થી વધારે કર્મચારીઓ કાર્યરત

ગીર-સોમનાથમાં જિલ્લાના ઉના અને ગીર-ગઢડા તાલુકામાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકશાન અંગે સર્વે કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઉના અને ગીર ગઢડા તાલુકામાં અંદાજે 400થી વધારે કર્મચારીઓ નુકસાન અંગે સર્વે કરી રહ્યા છે.

નુકશાન અંગેના સર્વેની કામગીરીમાં 400થી વધારે કર્મચારીઓ કાર્યરત
નુકશાન અંગેના સર્વેની કામગીરીમાં 400થી વધારે કર્મચારીઓ કાર્યરત

  • લોકોના મકાનો અને ઘરવખરીને થયેલા નુકશાન અંગે સર્વેની કામગીરી શરૂ
  • 400થી વધારે કર્મચારીઓ ગામે-ગામે જઇને સર્વે કરી રહ્યા
  • નાયબ મામલતદાર અને ટેકનિકલ કર્મચારી, નોન ટેકનિકલ કર્મચારી સર્વેની કામગીરીમાં

ગીર-સોમનાથ : જિલ્લાના ઉના અને ગીર-ગઢડા તાલુકામાં તૌકતે વાવાઝોડાથી વધારે નુકસાની થયેલું હોય તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બન્ને તાલુકામાં લોકોના મકાનો અને ઘરવખરીને થયેલા નુકશાન અંગે સર્વે કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આ પણ વાંચો : ઓલપાડ તાલુકામાં વાવઝોડાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ

ઉના અનેગીર ગઢડા તાલુકામાં અંદાજે 400થી વધારે કર્મચારીઓ નુકસાન અંગે સર્વે કરી રહી
ઉના ખાતે આ કામગીરીનું સંકલન કરી રહેલા નાયબ કલેક્ટર વિનોદ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઉના અને ગીર ગઢડા તાલુકામાં અંદાજે 400થી વધારે કર્મચારીઓ ગામે ગામ જુદી-જુદી ટીમ રૂપે મકાનો અને ઘરવખરી અને થયેલા નુકસાન અંગે સર્વે કરી રહ્યા છે. ઉના તાલુકામાં 40 ટીમ કામ કરે છે. તેમાં એક નાયબ મામલતદાર અને એક ટેકનિકલ કર્મચારી અને એક નોન ટેકનિકલ કર્મચારી સર્વેની કામગીરીમાં જોડાયેલા છે.
આ પણ વાંચો : ઉનામાં તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સર્વે કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

મકાનો અને ઘરવખરીને થયેલા નુકસાનની અંગે માહિતી એકત્રિત કરીને સર્વેની કામગીરી પૂર્ણ
સરકારના નિયમો અનુસાર, મકાનો અને ઘરવખરીને થયેલા નુકસાનની અંગે જરૂરી આધારભૂત માહિતી એકત્રિત કરીને સર્વેની કામગીરી પૂર્ણ કરાશે. જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં નુકસાનીના સર્વે ચાલી રહ્યા છે. પરંતુ ગીર અને ઉના તાલુકામાં વધારે નુકસાન હોવાથી પણ મોટી સંખ્યામાં કર્મચારીઓની નિયુક્તિ કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details