ગીર સોમનાથ: સુપ્રસિદ્ધ શાસ્ત્રી ડૉ. મહાદેવ પ્રસાદ મહેતાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિની અસ્મિતા સમાન "મહાકાવ્ય અને વિશ્વના સર્વોત્તમ ગ્રંથ શ્રીમદ ભાગવતના સર્જક અને હિન્દુ સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન અનેક ગ્રંથો, શાસ્ત્રોના નિર્માતા એવા મહર્ષિ વેદ વ્યાસની જયંતિ એટલે કે, ગુરુ પૂર્ણિમા ભારતની અંદર ગુરુ અને શિષ્યએ માત્ર સમાજ વ્યવસ્થા કે વ્યવસાયનો વિષય નથી, પરંતુ જીવનની અંદર એક સાચા માર્ગદર્શક અને ગુરુ રૂપે ધારેલા સ્વામીને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શિષ્યો અને પોતાના શિષ્યો માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરનાર ગુરુઓ વચ્ચેનો અદભુત સંબંધ છે."
ગુરુપૂર્ણિમાઃ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કથાકાર ડૉ. મહાદેવ પ્રસાદ મેહતાનો ખાસ સંદેશ, જુઓ વીડિયો
સમગ્ર સૌરાષ્ટ્ર અને શાસ્ત્રોમાં પારંગત એવા ડૉ. મહાદેવ પ્રસાદ મહેતાએ ઈટીવી ભારતના માધ્યમથી સર્વે ગુજરાતીઓ માટે ગુરુ શિષ્ય પરંપરા ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના મહાત્મ્યનું રસપાન કરાવ્યું હતું.
ગીર સોમનાથ
આ ઉપરાંત શાસ્ત્રી મહાદેવ પ્રસાદ મેહતાએ જણાવેલ કે, ગુરુપૂર્ણિમાના દિવસે જો કોઈ સૌથી ઉત્તમ કાર્ય આપણે કરી શકીએ તો એ છે મહર્ષિ વેદ વ્યાસ રચિત ગ્રંથોનું આદરપૂર્વક પૂજન. આજનો દિવસ એટલે કે, મહર્ષિ વેદ વ્યાસને એમના સનાતન સંસ્કૃતિની તાત્વિક અને બૌદ્ધિક સમૃદ્ધિના અમૂલ્ય યોગદાન માટે એમનો આભાર માનવાનો દિવસ કહી શકાય.