- મહેસાણામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી
- પરિણિત સ્ત્રી પર રિક્ષા ચાલકે આચર્યુ દુષકર્મ
- 5 માસના બાળક સાથે પિયર જતી વેળાએ બની ઘટના
મહેસાણાઃજિલ્લામાં ગુન્હાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઉભા કરતી એક ઘટના ઊંઝા-વિસનગર પંથકથી સામે આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પરિણીત સ્ત્રી તેમના 5 માસના બાળકને લઈ તેમના પિયર જતી હતી. તેના પિયર જવા માટે રિક્ષામાં બેઠી હતી. આ દરમિયાન મહિલા 5 મહિનાના બાળક સાથે એકલી હોવાથી તેનો મજબૂરીનો ફાયદો ઉઠાવવા રિક્ષા ચાલકની નિયત ખરાબ થતાં મહિલા પાસે અંગતપળો માણવાની માંગણી કરી હતી. જોકે મહિલા તે માટે સહમત ન થતા રસ્તામાં અવાવરું જગ્યાએ રીક્ષા લઈ ગયો હતો. જ્યાં મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપી રીક્ષા ચાલકે મુસ્તકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
ઊંઝા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો
રીક્ષા ચાલકે મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને વિસનગર બસ સ્ટેન્ડ ખાતે ઉતારી ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે મહિલાએ પોતાના સ્નેહીજનોને જાણ કરતા મહિલાએ હિંમત દાખવી ઊંઝા પોલીસ મથકે બનાવની હકીકત જણાવી રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધાવ્યો હતો.
દુષ્કર્મ આચરનારા આરોપીની હિંમતનગરથી ધરપકડ