ગુજરાત

gujarat

ETV Bharat / state

Fish Exporters: વેરાવળમાં ફિશ નિકાસકારોને થઇ રહેલી મુશ્‍કેલીઓ અંગે મંથન - 4TH JULY NEWS

ફિશ નિકાસકારો (Fish Exporters) ને થઇ રહેલી મુશ્‍કેલીઓ અંગે મંથન કરવાની સાથે મત્‍સ્‍યોઘોગની વર્તમાન સ્‍થ‍િતિ અંગે ચર્ચાઓ માટે વેરાવળમાં ફિશ એક્ષપોર્ટર એસોસિએસન ઓફ ઇન્‍ડીયાની એક બેઠક યોજાઈ હતી. જેમાં ફિશ નિકાસકારોને થઇ રહેલી મુશ્‍કેલીઓ અંગે મંથન કરવાની સાથે મત્‍સ્‍યોઘોગની વર્તમાન સ્‍થ‍િતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

Fish Exporters
Fish Exporters

By

Published : Jul 4, 2021, 10:27 AM IST

  • રાજયના ફિશ નિકાસકારો ચીનના તંત્રની કનડગતથી મુશ્‍કેલીમાં
  • કેન્‍દ્ર સરકારના સંબંઘિત વિભાગોને રૂબરૂ મળી માર્ગદર્શન મંગાશે
  • પ્રશ્નોનું મંથન કરવા વેરાવળમાં ફિશ એક્ષપોર્ટર એસોસિએશનની બેઠક મળી

ગીર સોમનાથ: રાજયના ફિશના નિકાસકારો (Fish Exporters) ને ચીની તંત્ર દ્રારા થઇ રહેલી કનડગત અને ગત સીઝનમાં ભારતીય નિકાસકારોએ નિકાસ કરેલ ફિશના માલનું અંદાજે 36 કરોડથી વઘુ રકમ ફસાઇ ગયેલ હોય જે અંગે ત્‍યાંનુ તંત્ર સકારાત્‍મક વલણ ન દાખવતુ હોવાથી ફિશ નિકાસકારો મોટી મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. દરમ્‍યાન આગામી મહિનાથી શરૂ થતી ફિશીંગની નવી સીઝનમાં ચીન સાથે વેપાર કરવો કે કેમ તે અંગે વેરાવળમાં મળેલી ફિશ એક્ષપોર્ટ એસોસિએસન ઇન્‍ડીયાના હોદેદાર-સભ્‍યોની એક બેઠકમાં મનોમંથન કરવામાં આવ્યું હતુ.

સાથે મત્‍સ્‍યોઘોગની વર્તમાન સ્‍થ‍િતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી

વેરાવળમાં ફિશ એક્ષપોર્ટર એસોસિએસન ઓફ ઇન્‍ડીયાની એક બેઠક રાષ્‍ટ્રીય પ્રમુખ જગદીશભાઇ ફોંફડી, ગુજરાત પ્રમુખ પીયુષભાઇ ફોંફડીના અઘ્‍યક્ષસ્‍થાને મળી હતી. જેમાં ફિશ નિકાસકારોને થઇ રહેલી મુશ્‍કેલીઓ અંગે મંથન કરવાની સાથે મત્‍સ્‍યોઘોગની વર્તમાન સ્‍થ‍િતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જે અંગે પ્રમુખ જગદીશભાઇ ફોંફડીએ જણાવેલું કે, ચીનમાં ગુજરાતના ફિશ નિકાસકારોના અંદાજીત રૂપિયા 36 કરોડથી વઘુ રકમ ફસાયેલી છે.

હવે શું કરવું તે અંગે માર્ગદર્શન માંગવાનું નક્કી કરવામાં આવ્યું

બેઠકમાં આગામી દિવસોમાં એસોસિએસનના પ્રતિનિઘિ મંડળ કેન્‍દ્ર સરકારના કોમર્સ, ફાયનાન્‍સ, વિદેશ સહિતના સંબંઘિત વિભાગોના પ્રધાન-અઘિકારીઓને મળી ચીની તંત્રની કનડગત અંગે વાકેફ કરી હવે શું કરવું તે અંગે માર્ગદર્શન માંગવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ચીની સરકાર તરફથી કોઇજાતના સકારાત્મક પગલાં લેવાયા નથી

જે અંગે સરકારની સંસ્‍થા MPEDA થકી ચીનમાં કાર્યરત ભારતના દુતાવાસને જાણ કરવામાં આવી છે. જેના પગલે ભારતીય દુતાવાસના અઘિકારીઓએ ચીનના ઈમ્પોટર્સોની યાદી પણ વારંવાર આપી હોવા છતાં આ બાબતએ ચીની સરકાર તરફથી કોઇજાતના સકારાત્મક પગલાં લેવાયા નથી. ઉલ્‍ટાનું ભારતમાંથી ફિશનો જે કંઈ માલ ચીન પહોંચે છે ત્યારે GACC (જનરલ એડમીનસ્ટ્રેશન ઓફ કસ્ટમસ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) સંસ્‍થા એ માલનું સેમ્પલ લઇને તેનું કોવિડ -19 ટેસ્ટીંગ કરે છે.

આ પણ વાંચો:રાજ્યના સી ફુડ એક્સપોર્ટર્સની હાલત કફોડી

કોરોનાના મૃત DNA મળે ત્યારે GACC તે કંપનીને ચોકકસ મુદત માટે સસ્‍પેન્ડ કરે છે

હાલ આવું ટેસ્ટીંગ કોઈ દેશ કરતુ નથી. જેથી ભારતની MPEDA સંસ્‍થાએ GACC સાથે મિટીંગ યોજી આ મુદે ચર્ચા કરી જરૂરી દસ્‍તાવેજો સુપ્રત કરાયેલા હોવાથી આ ટેસ્ટીંગ બંધ કરી દેવાની સુચના પણ આપવાનું નકકી થયા પછી GACC સંસ્‍થાનું વલણ આ બાબતમાં ગમગીન રહ્યું છે. એમના પેકેજીંગ મટીરીયલ પર કોરોના (corona) ના મૃત DNA મળે ત્યારે GACC તે કંપનીને ચોકકસ મુદત માટે સસ્‍પેન્ડ કરે છે. જયારે અમુક કેસોમાં તો પૂર્ણ રીતે જ સસ્‍પેન્સન આપી દીધેલું છે.

કન્ટેનરને કસ્ટમ સ્ટોરેજમાં લઇ જઈ માલને DISINFICT કરી એનું પાછું ટેસ્ટીંગ થાય છે

વઘુમાં પેકીંગ મટીરીયલમાં કોરોના પોઝિટિવ (corona positive) આવતા નિકાસકાર એ કન્ટેનર પાછું બોલવું પડતુ હોવાથી એના ખર્ચામાં વધારો થવાથી મોટું નુકશાન સહન કરવું પડે છે. પોર્ટમાંથી ટેસ્ટ પાસ થઇ જાય તો કન્ટેનરને કસ્ટમ સ્ટોરેજમાં લઇ જઈ માલને ડિસઈન્ફેક્ટ કરી એનું પાછું ટેસ્ટીંગ થાય છે. તેમાં પોઝિટિવ આવે તો પછી નિકાસકારને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં GACC કોઈપણ જાતના પુરાવા આપતી ન હોવાથી ચીનના ઈમ્પોર્ટર ઘણી વખત ફાયદો ઉઠાવાનું કરે છે.

આ પણ વાંચો:નિકાસકારો માટે સારા સમાચાર, વ્યાજ સબસિડી યોજનામાં થઈ શકે છે વિસ્તાર

ટેસ્ટીંગ પ્રક્રિયાના કારણે કન્ટેનર લાંબા સમય માટે પોર્ટ પર પડ્યું રહે છે

ટેસ્ટીંગ પ્રક્રિયાના કારણે કન્ટેનર લાંબા સમય માટે પોર્ટ પર પડયુ રહે છે. જેના લીધે શિપીંગ લાઈનના ડેમેજના ચાર્જ નિકાસકારએ ચૂકવવા પડે છે. વુઘમાં ગત વર્ષની MEIS સ્‍કીમની નિકાસકારોની બાકી નિકળતી રકમ વ્‍હેલી તકે કેન્‍દ્ર સરકાર છુટે કરે તે અને રોડ ટેપ સ્‍કીમના દરો વહેલી તકે જાહેર થાય તે સહિતના પ્રશ્નોની ચર્ચા થઇ હતી.

નવી સીઝનમાં ચીન સાથે વેપાર કરવો કે કેમ તે પ્રશ્નો મુંઝવી રહ્યો છે

દેશ અને ખાસ કરીને ગુજરાતના ફિશ નિકાસકારો (Fish Exporters) ચીની તંત્રની કનડગતના લીઘે મોટી મુશ્‍કેલીનો સામનો કરી રહયા હોવાથી આગામી ઓગષ્‍ટ માસથી શરૂ થતી નવી સીઝનમાં ચીન સાથે વેપાર કરવો કે કેમ તે પ્રશ્નો મુંઝવી રહ્યો છે. જે અંગે માર્ગદર્શન મેળવવા આગામી દિવસોમાં એસોસિએસનનું પ્રતિનિઘિ મંડળ કેન્‍દ્રના કોમર્સ, વિદેશ, ફાયનાન્‍સ સહિતના વિભાગોના પ્રધાન- અઘિકારીઓને રૂબરૂ મળી પરિસ્‍થ‍િતિથી વાકેફ કરી મદદરૂપ થવા માંગણી કરશે. આ બેઠકમાં સંસ્‍થાના ઉપપ્રમુખ કરસનભાઈ સેલેટ, ફૈયાઝભાઈ કરાટેલા, સેક્રેટરી નરેશભાઈ વણીક, લખમભાઇ ફોફંડી, ઇસ્માઇલભાઈ મોઠીયા, કેન્‍ની થોમસ, કિશનભાઇ ફોફંડી સહિતના નિકાસકારો હાજર રહ્યા હતા.

વેરાવળમાં ફીશ નિકાસકારોને થઇ રહેલી મુશ્‍કેલીઓ અંગે મંથન

સૌથી વઘુ મુશ્‍કેલી રાજયના નિકાસકારોને થઇ રહી હોવાનો સુર ઉઠ્યો

અત્રે નોંઘનીય છે કે, ગુજરાતમાંથી થતી ફિશ નિકાસની કુલ ટકાવારીનો 60થી 70 ટકા જેટલી નિકાસ એક માત્ર ચીનની માર્કેટમાં જ થાય છે. જેના કારણે ચીનમાં ફિશના નિકાસકારોને થતી કનડગત સીઘી રીતે સૌથી વઘુ ગુજરાતના ફિશ વેપારને અસર કરે છે. જેથી કેન્‍દ્ર અને રાજય સરકાર ફિશના નિકાસકારોને થતી મુશ્કેલી વ્‍હેલી તકે દુર કરાવે તેવી માંગણી નિકાસકારો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details