ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદેસર માછીમારી કરવા ગયેલી પાંચ ફિશીંગ બોટ ઝડપાઈ

ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 સપ્ટેમ્બરથી દરીયામાં માછીમારી (Fishing) કરવા જવાનો પરીપત્ર કરેલો છે. તેમ છતાં ગીર સોમનાથ જિલ્‍લાના સમુદ્રમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ફિશીંગ બોટો માછીમારી કરવા ગયા હોવાનું ઘ્‍યાને આવતા કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે તપાસ હાથ ઘરી હતી. જેમાં કોસ્‍ટગાર્ડે 3 અને મરીન પોલીસએ 2 બોટોને દરીયામાંથી ઝડપી પાડી હતી. પાંચેય બોટોના લાયસન્‍સ, વોઇસ બુક સહિતના ડોક્યુમેન્‍ટ કબ્‍જે કરી આગળની કાર્યવાહી કરવા ફિશરીઝ વિભાગ (Fisheries Department) ને જાણ કરવામાં આવી છે. તંત્રની કાર્યવાહીના પગલે માછીમારોમાં રોષ ફેલાયો છે. પાંચેય ફિશીંગ બોટના માલીકો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી થશે તેવું ફીશરીઝ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

The fishermen were caught
The fishermen were caught

By

Published : Aug 14, 2021, 4:43 PM IST

  • ગેરકાયદેસર માછીમારી કરવા ગયેલી પાંચ ફિશીંગ બોટોને કોસ્‍ટગાર્ડ અને મરીન પોલીસે ઝડપી
  • પાંચેય બોટના ડોક્યુમેન્‍ટ જપ્‍ત કરી આગળની કાર્યવાહી કરવા ફિશરીઝ વિભાગને જાણ કરાઈ
  • રાજ્ય સરકારના આદેશની અવગણના કરી દરીયો ખેડવા ગયેલા માછીમારો સામે કડક કાર્યવાહી

ગીર સોમનાથ: રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે માછીમારોને એક માસ મોડુ તા. 1 લી સપ્‍ટેમ્‍બરથી દરીયો ખેડી માછીમારી કરવા જવા આદેશ કર્યો છે. જેની સામે માછીમારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. સરકારના આદેશની અવગણના કરી ગીર સોમનાથ (Gir Somnath) ના સમુદ્રમાં વેરાવળ બંદરની અનેક ફિશિંગ બોટો ગેરકાયદેસર રીતે દરીયામાં માછીમારી (Fishing) કરવા ચાલી ગઇ હોવાની માહિતી તંત્ર સુઘી પહોંચી હતી. જેના પગલે કોસ્‍ટગાર્ડ અને મરીન પોલીસએ દરીયામાં પેટ્રોલીંગમાં જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં કોસ્‍ટગાર્ડે (Coastguard) 3 અને મરીન પોલીસે (Marine Police) 2 મળી કુલ 5 ફિશિંગ બોટોને ગેરકાયદેસર રીતે દરીયામાં માછીમારી કરતી ઝડપી પાડી હતી. પાંચેય બોટના લાયસન્સ અને વોઇસ બુક કબ્‍જે કરી ફિશરીઝ વિભાગ (Fisheries Department) ને આગળની વધુ કાર્યવાહી કરવા અર્થે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદેસર માછીમારી કરવા ગયેલી પાંચ ફિશીંગ બોટ ઝડપાઈ

આ પણ વાંચો: બનાસકાંઠાના પાલનપુરમાંથી ઘુસણખોર કરતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ

કાયદાની જોગવાઇ મુજબ કડક કાર્યવાહી થશે: ફિશરીઝ અધિકારી

આ મામલે ફિશરીઝ અધિકારી તુષાર પુરોહિતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ મુજબ હજુ સુધી વિભાગ દ્વારા કોઇને માછીમારી (Fishing) કરવા માટે ટોકન કે કોલ આપવામાં આવ્યો નથી. તેમ છતાં અમુક બોટો દરીયો ખેડવા ગઈ હોવાથી તેને કોસ્‍ટગાર્ડ (Coastguard) અને તંત્રએ ઝડપી લઇ અમોને જાણ કરી છે. પકડાયેલી ફિશીંગ બોટોના માલીકો સામે કાર્યવાહી કરવા કમિટી બેઠક કરી નિયમ મુજબ દંડકીય સહિતના પગલા લેવા અંગે નિર્ણય કરશે. સરકારના નિયમ મુજબ ગેરકાયદેસર માછીમારી (Fishing) કરતા પકડાયેલી બોટના માલિકો સામે રૂપિયા 10 થી 50 હજાર સુઘીનો દંડ ફટકારવા ઉપરાંત બે મહિના સુઘીના ડીઝલ કાર્ડની સબસીડી મળતી નથી. બે મહિના સુઘી માછીમારી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવાની કાયદામાં જોગવાઇ છે. જે મુજબ પાંચેય બોટો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદેસર માછીમારી કરવા ગયેલી પાંચ ફિશીંગ બોટ ઝડપાઈ

આ પણ વાંચો: સુરતના કામરેજમાં 4 વર્ષથી ગેરકાયદેસર રહેતા 9 બાંગ્લાદેશી ઝડપાયા

માછીમારોમાં નારાજગી વચ્‍ચે કાર્યવાહીથી રોષ ભભૂક્યો

અત્રે નોંધનીય છે કે, દર વર્ષે 1 ઓગષ્‍ટથી શરૂ થતી માછીમારી (Fishing) ની સીઝન ચાલુ વર્ષે એક મહિનો મોડું તા. 1 લી સપ્‍ટેમ્‍બરથી શરૂ કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. જેની સામે માછીમાર સમાજમાં પણ નારાજગી પ્રર્વતી છે. આ આદેશ અંગે રાજ્ય સરકાર ફેર વિચારણા કરી તા. 15 ઓગષ્‍ટથી માછીમારીની સીઝન શરૂ કરવાની જાહેરાત કરે તેવી માછીમાર સમાજમાંથી માગ પણ ઉઠી છે. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની કડક કાર્યવાહીથી માછીમારોમાં રોષની લાગણી પ્રર્વતી છે. હવે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે શું કરે છે.

ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદેસર માછીમારી કરવા ગયેલી પાંચ ફિશીંગ બોટ ઝડપાઈ

ABOUT THE AUTHOR

...view details