ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં કોરોનાના ડરથી યાત્રી ઘટ્યા, નાના વેપારીઓ મંદીના ભરડામાં - કોરોના વાયરસની સારવાર

વિશ્વભરમાં કોરોનાએ જ્યારે લોકોમાં ચીંતા ફેલાવી છે, ત્યારે સોમનાથ તીર્થ જે બારેમાસ યાત્રીકોથી ધમધમતું હોય ત્યાં સુનકાર વ્યાપ્યો છે. અહી, મોટાભાગની રોજગારી અને જીવન શૈલી યાત્રીકો પર જ નીર્ભર હોય, ત્યારે અનેક લોકો રોજીરોટીની ચિંતામાં ફસાયાં છે.

સોમનાથમાં કોરોનાના ડરથી યાત્રી ઘટ્યા, નાના વેપારીઓ મંદીના ભરડામાં
સોમનાથમાં કોરોનાના ડરથી યાત્રી ઘટ્યા, નાના વેપારીઓ મંદીના ભરડામાં

By

Published : Mar 18, 2020, 8:12 PM IST

ગીર સોમનાથ : મોટાભાગે યાત્રીકોના કારણે હોટેલો ભોજનાલયો ખાણીપીણીની દુકાનો ખાલી ખમ છે. તો બજારો જે સતત ધમધમતી હોય ત્યાં એકલ દોકલ લોકો દેખાય છે, તો અહી નથી કોઈ યાત્રીકો આવતાં કે નથી કોઈ બહાર જતું જેથી ટ્રાવેલ્સ અને ટેક્ષી સંચાલકો પણ રોજીરોટી વીનાના થઈ ચુક્યા છે.

સોમનાથમાં કોરોનાના ડરથી યાત્રી ઘટ્યા, નાના વેપારીઓ મંદીના ભરડામાં

જ્યારે સોમનાથ મંદીરમાં ભાવીકોની સંખ્યા ઘટી છે, ત્યારે આ સ્થિતી લાંબો સમય રહે તો આ વિસ્તારના ટુરીસ્ટો પર આભારી વ્યવસાયોને માઠી દશા બેસતાં અનેક પરીવારો સ્થાનીકો ચિંતિત બન્યા છે, સૌ ભગવાન સોમનાથને પ્રાર્થના કરી રહ્યા છે, કે વિશ્વભરમાંથી કોરોના વહેલી તકે વીદાય લે.

સોમનાથમાં કોરોનાના ડરથી યાત્રી ઘટ્યા, નાના વેપારીઓ મંદીના ભરડામાં
સોમનાથમાં કોરોનાના ડરથી યાત્રી ઘટ્યા, નાના વેપારીઓ મંદીના ભરડામાં

ABOUT THE AUTHOR

...view details