ગીર સોમનાથઃ જિલ્લામાં ગીર જંગલમાં સવારથી જ ભારે વરસાદ ખાબકતા નદી નાળા અને વેકળા છલકાયા છે. ત્યારે ગીર પંથકમાં આવેલી સરસ્વતી નદીમાં પૂર આવતા અતિપ્રાચીન એવા પ્રાચીતીર્થમાં બીરાજતા સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. આ કોઈ પ્રથમ વખત બનેલી ઘટના નથી. સરસ્વતી નદીના કાંઠે આવેલ માધવરાઈનું મંદિર નદીના તડથી થોડું જ ઊંચું છે. ત્યારે નદીમાં ઘોડાપુર આવતા મંદિરમાં સરસ્વતી નદી જ માધવરાઈને સ્નાન કરાવતી હોઈ તેવી પ્રતિકૃતિ રચાઈ છે.
ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં માધવરાય મંદિર સરસ્વતી નદીમાં જલમગ્ન
ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઇ છે અને નદી નાળા છલકાયા છે. ત્યારે સરસ્વતી નદી કીનારે બીરાજમાન માઘવરાજી મંદીર પાણીમાં ગરકાવ થયું છે. પ્રતિવર્ષ ચર્તુમાસ દરમ્યાન ભગવાન પાણીમાં બીરાજે છે. લોકો દૂરથી જ માધવરાઈ પ્રભુનો જલવિહાર નિહાળે છે. આ વર્ષમાં પ્રથમવાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
સુત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન ત્રણથી ચાર ફૂટ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે. પાંચ હજાર વર્ષ જૂનું માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠા નીચે બિરાજે છે, જેના કારણે દરવર્ષ ચતુરમાસ દરમ્યાન મોટા ભાગે ભગવાન માઘવરાય પાણીમાં જ બીરાજમાન હોય છે. ત્યારે જેમ વરસાદ વધશે તેમ માધવરાઈનું મંદિર વધુને વધુ પાણીમાં સમાઈ જશે. એક સમયે માત્ર માધવરાઈ મંદિરનું શિખર જ માત્ર દેખાશે. આમ લોકો માધવરાઈ મંદિરના દર્શન નહીં કરી શકે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની જળ ક્રીડાના દિવ્ય દ્રશ્યનો લ્હાવો અચૂક લઈ શકશે.