ગુજરાત

gujarat

ETV Bharat / state

દરિયામાં ડૂબતા 4 વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યા

ઈન્દોરનો એક પરિવાર સોમનાથ દર્શને આવ્યો હતો. દાદા સોમનાથના દર્શન બાદ આ પરિવાર સોમનાથની ચોપાટીએ ફરવા ગયો હતો, ત્યા સમુદ્રની મોજ માણવા આ પરિવારે નાની હોડીમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન દરિયામાં કરંટ હોવાને કારણે હોડી ઉંધી વળી જતા ઈન્દોરનો આ પરિવાર ડૂબવા લાગ્યો હતો.

દરિયામાં ડૂબતા 4 વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યા
દરિયામાં ડૂબતા 4 વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યા

By

Published : Jan 2, 2021, 10:43 PM IST

  • સોમનાથના દરિયામાં 4 વ્યક્તિ ડૂબ્યા
  • ઈન્દોરનો એક પરિવાર સોમનાથ દરિયામાં ડૂબવા લાગ્યો
  • સ્થનિકો દ્વારા કરવામાં આવ્યો હતો બચાવ

ગીર સોમનાથઃઈન્દોરનો એક પરિવાર સોમનાથ દર્શને આવ્યો હતો. દાદા સોમનાથના દર્શન બાદ આ પરિવાર સોમનાથની ચોપાટીએ ફરવા ગયો હતો, ત્યા સમુદ્રની મોજ માણવા આ પરિવારે નાની હોડીમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન દરિયામાં કરંટ હોવાને કારણે હોડી ઉંધી વળી જતા ઈન્દોરનો આ પરિવાર ડૂબવા લાગ્યો હતો.

સોમનાથના દરિયામાં 4 વ્યક્તિ ડૂબ્યા

સોમનાથનાં સમુદ્ર કિનારે સમુદ્રમાં બોટ રાઇડીંગ કરતા એક જ પરિવારનાં 4 સભ્યો ડૂબ્યા હતા. ત્યારે નજીકમાં ધંધો કરતા રેકડી ગલ્લા વાળાની સતર્કતાથી ચારેય સભ્યોને હેમખેમ બચાવ્યા હતા. પરિવારનાં 4 સભ્યોમાં પતિ પત્ની અને 2 બાળકો હતા. બેંગલોરથી સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા હતા. સોમનાથનાં સમુદ્ર કિનારે પગ ન બોળવા તેમજ નાવા ન જાવું તેવુ કલેક્ટરનું જાહેરનામું અમલમાં છે. તેમ જ સોમનાથ સમુદ્ર કિનારનારે 24 કલાક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા સોમનાથના સમુદ્રમાં ન જવા જાહેરનામું અમલમાં છે. છતાં સમુદ્રમાં બોટ રાઇડીંગ કોના કહેવાથી થાય છે ? શું સ્થાનિક તંત્રને કલેક્ટરનાં જાહેરનામાની ખબર નથી..? તેવો સવાલો ઉઠ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details