ઊનાઃબુટલેગર પોલીસથી બચવા માટે તથા દારૂની હેરાફેરી સરળતાથી થઈ શકે એ માટે અનેક પ્રકારના કીમિયા અજમાવતા હોય છે. પણ ઊનામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને પોલીસ પણ થોડા સમય માટે વિચારમાં પડી ગઈ હતી. પોલીસને ધંધે લગાડવા માટે બુટલેગર પહેલા તો એવું ચોરખાનું બનાવ્યું કે સામાન્ય માણસ તો શું પોલીસ પણ વિચારી ન શકે. પછી તો બાઈકનો જે પાર્ટ ખોલો એમાંથી દારૂની બોટલ નીકળી.
આ પણ વાંચોઃ Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?
દીવથી હેરાફેરીઃઊના પાસે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી દારૂની હેરાફેરી કરતા અનેક વખત બુટલેગરો પકાડાય છે. પણ આ વખતે જે ભેજાબાજ પકડાયો એની યુક્તિ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પેટ્રોલની ટાંકીમાં એક ચોરખાનું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં દારૂની નાની નાની બોટલ છુપાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આગળ શરૂ કરી દીધી છે. પોલીસને ચોક્કસ એવી બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો દીવથી દારૂ લઈને નીકળ્યા છે. જેના આધારે પોલીસ ચોક્કસ એરિયામાં વૉચ ગોઠવીને બાઈક સાથે ત્રણેયને પકડી પાડ્યા હતા.