- સોમનાથ બાયપાસ ચોકડી પાસેથી રીક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરાતી હોવાનો પર્દાફાશ
- રૂ. 57 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા
- ઉનાનો એક શખ્સ ફરાર થતાં તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સોમનાથ બાયપાસ ચોકડી પાસે રિક્ષામાં દારૂની હેરફેરીનો પર્દાફાશ, 57 હજારના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા - News of gir Somnath district
ગીર સોમનાથ જિલ્લામાં LCB સ્ટાફએ વાહન ચેકીંગ દરમ્યાન બાતમીના આધારે ઓટો રીક્ષામાંથી સીટ પાછળ બનાવેલા ચોરખાનામાંથી દારૂની 139 બોટલોનો જથ્થો પકડી પાડયો હતો. પકડાયેલા આરોપીઓમાંથી ઉનાનો એક શખ્સ ફરાર થતાં તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
ગીર સોમનાથ: બાયપાસ ચોકડી નજીક હોટલ સફારી પાસે રીક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો LCB બ્રાંચે પર્દાફાશ કરી 57 હજારના દારૂના જથ્થા-રીક્ષા સહિતના મુદ્દામાલ સાથે વેરાવળના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે ઉનાનો એક શખ્સ નાસી છુુ ટ તા તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
દારૂની હેરાફેરીના નવા કિમીયાનો પર્દાફાશ
કોરોના સંક્રમણને અટકાવવા માટે જાહેર થયેલ મિની લોકડાઉનના જાહેરનામાની અમલવારી માટે લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ સોમનાથમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર પટાટને એક રીક્ષામાં દારૂની હેરફેર થઇ રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફએ સોમનાથ બાયપાસ ચોકડી નજીક હોટલ સફારી પાસેથી વાહન ચેકીંગ હાથ ધરતા દરમ્યાન એક શંકાસ્પદ ઓટો રીક્ષા પસાર થતા તેને રોકાવી તેમાં તપાસ હાથ ધરી હતી. રીક્ષામાં પેસેન્જરને બેસવાની સીટની પાછળ સ્પીકર રાખવાની જગ્યાએ ચોરખાનું બનાવી તેમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો રૂ.50 હજાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.57,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. આ ચેકીંગ દરમ્યાન ઉનાનો અનીલ પેશવાણી નામનો યુવક નાસી છૂટ્યો હોવાથી તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે.