ગુજરાત

gujarat

ETV Bharat / state

કોડીનારના ગોહિલની ખાણ ગામના ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવ્યા - વન વિભાગે દીપડીને પાંજરે પૂરી

કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામના ખેતરમાંથી દીપડાના ત્રણ બચ્ચાં મળી આવ્યા હતા. ખેડૂતે આ વાતની જાણ તાત્કાલીક વન વિભાગને કરી હતે. વન વિભાગે ત્રણ દિવસની મહેનત બાદ બચ્ચાનું રેસ્ક્યૂ કરી માતા સાથે મિલન કરાવ્યું હતું.

કોડીનારના ગોહિલની ખાણ ગામના ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવ્યા
કોડીનારના ગોહિલની ખાણ ગામના ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવ્યા

By

Published : Mar 18, 2021, 8:14 PM IST

Updated : Mar 19, 2021, 2:41 PM IST

  • કોડીનારમાં ખેતરમાંથી દીપડીના ત્રણ બચ્ચાં મળ્યા
  • દીપડાના બચ્ચા દેખાતા વન વિભાગને કરાઇ જાણ
  • ત્રણ દિવસ બાદ બચ્ચાનું મા સાથે મિલન કરાવ્યું

આ પણ વાંચોઃ સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી

ગીર સોમનાથઃ કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામના ખેતરમાં શેરડીના કટીંગ દરમિયાન ખેડૂતને દીપડાના ત્રણ બચ્ચાં મળી આવ્યા હતા. દીપડાના બચ્ચા દેખાતા ખેડૂતે તાત્કાલીક વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમે ત્રણ દિવસની મહેનત બાદ બચ્ચાનું રેસ્ક્યૂ કરી માતા સાથે મિલન કરાવ્યું હતું.

કોડીનારમાં ખેતરમાંથી દીપડીના ત્રણ બચ્ચાં મળ્યા

આ પણ વાંચોઃ ભિલાડ ઝરોલી માર્ગ પર ફેન્સિંગ તારમાં દીપડો ફસાયો, વનવિભાગે કર્યું રેસ્ક્યૂ

દીપડીને પાંજરે પૂરતા ખેડૂતે રાહતનો શ્વાસ લીધો

કોડીનારના ગોહિલની ખાણ ગામના ખેડૂત મીઠાભાઈ રાઠોડના ખેતરમાં શેરડી વાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન દીપડાના ત્રણ બચ્ચાં મળી આવ્યા હતા. જેની જાણ ગામના સરપંચને કરી અને જામવાળા રેન્જ છારા બીટ ફોરેસ્ટને પણ જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી સૌપ્રથમ ત્રણેય બચ્ચાનુ રેસ્ક્યૂ કર્યું હતું. ફોરેસ્ટની ટીમની ત્રણ દિવસની જહેમત બાદ દીપડીનું રેસ્ક્યૂ થયું હતું. આમ ગઈકાલે બુધવારે વહેલી સવારે બચ્ચાનું મા સાથે મિલન કરાવી તેને પાંજરે પુરવામાં આવતા ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.

Last Updated : Mar 19, 2021, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details