ગુજરાત

gujarat

રાત્રીના સમયે ઘરમાં દીપડો ઘૂસ્યો, મહિલાને ફાડી ખાધી

By

Published : Aug 16, 2019, 10:47 AM IST

Updated : Aug 16, 2019, 4:54 PM IST

કોડીનાર: ગીર સોમનાથના કોડિનાર તાલુકાના એભલવડ ગામે રાત્રીના સમયે અચાનક દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. જંગલી વિસ્તારમાંથી ફરતા ફરતા અચાનક આવી ચડેવા દીપડાએ રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો હતો.

etv

કોડિનાર તાલુકાના એભલવડ ગામે રાત્રીના સમયે દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. દીપડાએ અહીં જાહુબેન ખાસિયા નામના વૃદ્ધ પર હુમલો કરી ઉઠાવીને જંગલમાં ખેંચી લઈ ગયો હતો. જ્યાં આ મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી.

આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ આ મહિલાની શોધખોળ આદરી હતી. બાદમાં જંગલની ઝાડીઓમાંથી આ વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી માનવ ભક્ષી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.

Last Updated : Aug 16, 2019, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details