ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા કોડીનારના યોદ્ધાનું અદકેરું સન્માન કરાયું - સેવા નિવૃત્ત થયેલા ભારતીય સેનાના જવાન

ભારતીય સેનામાં સતત 19 વર્ષ સુધી દેશની સેવા કરીને સેવા નિવૃત ( Kodinar Soldier Retired from Indian Navy ) થયેલા કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના સૈનિક અજયસિંહ મોરીનું આજે સમસ્ત તાલુકા દ્વારા સન્માન કરાયું (Great honor on homecoming in Devli Village ) હતું. 10 કિલોમીટર સુધી ઠેરઠેર સન્માનના દ્રશ્યો ભારત માતાકી જય અને ભારતીય સેનાના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરતા હોય તે પ્રમાણે ઠેર ઠેર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

દેદાની દેવળી ગામના સૈનિક અજયસિંહ મોરીનું આજે સમસ્ત તાલુકા દ્વારા સન્માન કરાયું
દેદાની દેવળી ગામના સૈનિક અજયસિંહ મોરીનું આજે સમસ્ત તાલુકા દ્વારા સન્માન કરાયું

By

Published : Dec 3, 2022, 9:59 PM IST

કોડીનારભારતીય સેનામાં સતત 19 વર્ષ સુધી દેશ સેવા કરીનેસેવા નિવૃત્ત ( Kodinar Soldier Retired from Indian Navy )થયેલા ભારતીય સેનાના જવાન અજયસિંહ મોરીનું સમસ્ત કોડીનાર તાલુકા દ્વારા આજે અદકેરુ સન્માન (Great honor on homecoming in Devli Village )કરાયું હતું. દેશની સેવામાં સતત 19 વર્ષ સુધી ફરજ બજાવવાની સાથે જવાન અજયસિંહ મોરીએ ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવી જમ્મુ કાશ્મીર લેહ લદાખ ઝારખંડ સહિત અનેક સંવેદનશીલ વિસ્તારમાં સતત 24 કલાક ખડે પગે રહીને 19 વર્ષ સુધી દેશની સેવા કરી અંતે નિવૃત્તિના (Retired from Indian Navy ) સમયે યોદ્ધા અજયસિંહ મોરી પોતાના વતન કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામમાં પહોંચ્યા હતાં.

યુવાનોને અપીલ કરી હતી કે ભારતીય સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનો અમૂલ્ય તક તેઓ મેળવે

જવાન ગદગદીત થયા ભારતીય સેનામાંથી સેવા નિવૃત થયેલા જવાન અજયસિંહ મોરી તેના માન અને સન્માનને જોઈને ખુદ ગદગદીત થયા હતાં. દેશની સેવા કાજે 19 વર્ષ સુધી યસસ્વી ફરજ બજાવીને પરત ( Kodinar Soldier Retired from Indian Navy )આવેલા અજયસિંહ મોરીએ સમસ્ત તાલુકાના ગામ વતી જે સન્માન આપવામાં આવ્યુ હતુ તેનો સ્વીકાર કરીને ભારતીય સેના પ્રત્યે આજે પણ લોકોમાં માન સન્માન અને આદર (Great honor on homecoming in Devli Village )છે તે જોઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.

જમ્મુ કાશ્મીર અને લેહ લદાખમાં બજાવી છે ફરજકોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના યોધ્ધા અજયસિંહ મોરી જમ્મુ કાશ્મીર લેહ લદાખ ઝારખંડ શિયાચીન સહિત 07 થી 08 રાજ્યોમાં ભારતીય સરહદે સેનાના યોદ્ધા તરીકે ફરજ ( Kodinar Soldier Retired from Indian Navy )બજાવી છે. તાજેતરમાં ચાઇના સાથે થયેલા લડાઈમાં તેઓ શામેલ હતાં. ભારતીય જવાનોના જીવ બચાવવા માટે તેમને સેના દ્વારા વિશેષ સન્માન પણ કરાયું હતું.

સન્માન પ્રસંગે વિનંતી પણ કરીસિયાચીન જેવી અતિ વિકટ બોર્ડર પર માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં અજયસિંહ મોરીએ દેશ સેવા કાજે ફરજ બજાવી છે ત્યારે તેઓ આજે તેમના વતન કોડીનાર ( Kodinar Soldier Retired from Indian Navy ) પહોંચ્યાં હતાં. ત્યારે લોકોનો જે ઉત્સાહ અને એક સૈનિકને આવકારવા(Great honor on homecoming in Devli Village ) માટેનો જે થનગનાટ જોવા મળ્યો તેને ખૂબ જ આવકાર્યો હતો અને યુવાનોને અપીલ કરી હતી કે ભારતીય સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનો અમૂલ્ય તક તેઓ મેળવે તેવી તેમણે આજે તેમના સન્માન પ્રસંગે વિનંતી પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details