- કોડીનારમાં યુવક મંડળે યોજી મિટીંગ
- આહિર યુવક મંડળે સમુહ લગ્ન રદ્ કરવાનો નિર્ણય કર્યો
- 39 કન્યાઓને કરિયાવર ઘરે પહોંચાડશે
ગીર સોમનાથ:પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ કોડીનારમાં આહીર યુવક મંડળની અગત્યની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે સમૂહ લગ્ન સમારોહ મુલતવી રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. કોડીનાર આહીર યુવક મંડળના પ્રમુખ ભરતભાઇ કછોટે જણાવ્યું હતું કે, સરકારના જાહેરનામા મુજબ સમુહ લગ્નોત્સવ રદ્ કરવામાં આવેલા છે. સમુહ લગ્નમાં અગાઉ નોંધાવેલા નામ પૈકી તમામ દિકરીઓને કોઇ પણ ફી લીધા વિના 9,500 રૂપિયાનો કરિયાવર આપવામાં આવશે. કોડીનાર આહિર યુવક મંડળ દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં સતત ચોથા વર્ષે દિવ્યાંગ માટે સમુહ લગ્ન યોજાયું, ૧૮ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા
કોઇ પણ ફી લીધા વિના 9,500 રૂપિયાનો કરિયાવર અપાશે
જેમાં જે વાલી પોતાની દિકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેઓએ સરકારની ગાઇડ લાઇન મુજબ પોતાને ઘરે લગ્ન કરવાના રહેશે. સમુહલગ્નમાં અગાઉ નોંધાવેલા નામ પૈકી 39 કન્યાઓને કોઇ પણ ફી લીધા વિના 9,500 રૂપિયાનો કરિયાવર આપવામાં આવશે. તેમજ દરેક વ્યક્તિ કોરોનાની વેક્સિન લે અને પોતે સુરક્ષિત રાહે તેવું આહિર યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:મહેશ સાવાણી બન્યા ફરી પાલક પિતા, 275 દીકરીઓના કરાવશે લગ્ન
નબળી આર્થિક સ્થિતી ધરાવતા પરિવારની દીકરીને પરણાવાશે
આ સાથે આહીર યુવક મંડળની બેઠકમાં વધુ એક અગત્યનો નિર્ણય પણ લેવાયો છે. જેમાં જે દિકરીઓના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોય તેવા પરિવારની દિકરીને યુવક મંડળના સભ્યો પોતાના ખર્ચે લગ્ન કરાવી આપશે. જેમાં કોઇ પણ જાતનો દેખાવ કર્યા વિના લગ્નની તૈયારી કરવાની રહેશે. જે યુવક મંડળને આધિન રહેશે તેમ કોડીનારના આહિર યુવક મંડળ દ્વારા જણાવાયું છે.