ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથઃ કેશુભાઈ પટેલના અસ્થિ ત્રિવેણી સંગમમાં વિસર્જિત કરાયા - Late. Keshubhai Patel dies

સ્વ. કેશુભાઈ પટેલનું આશરે 92 વર્ષની વયે ટૂંકી બિમારી બાદ નિધન થતા સોમવારે તેમના પુત્રો અને પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા ત્રિવેણી ઘાટમાં સ્વ. કેશુભાઈ પટેલના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

કેશુભાઈ પટેલના અસ્થિ ત્રિવેણી સંગમમાં વિસર્જિત કરાયા
કેશુભાઈ પટેલના અસ્થિ ત્રિવેણી સંગમમાં વિસર્જિત કરાયા

By

Published : Nov 9, 2020, 10:23 PM IST

  • સ્વ. કેશુભાઈ પટેલના અસ્થિનું ત્રિવેણી ઘાટમાં કરાયું વિસર્જન
  • સ્વ. કેશુભાઈ પટેલના પુત્રો તેમજ પરિવારજનોએ કર્યું વિસર્જન
  • 92 વર્ષની વયે ટૂંકી બિમારી બાદ સ્વ. કેશુભાઈ પટેલનું થયું હતું નિધન

ગીર સોમનાથઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ. કેશુભાઈ પટેલના અસ્થિ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણ પણ અહીથી જ નિજ ધામ પધાર્યા હતા અને મહાભારતના યુદ્ધ બાદ પાંડવો દ્વારા પણ અહીં પિતૃ મોક્ષ માટે પિંડદાન કરાયું હતું.

કેશુભાઈ પટેલના અસ્થિ ત્રિવેણી સંગમમાં વિસર્જિત કરાયા

સ્વ. કેશુભાઈ પટેલ 2 દાયકાથી પણ વધુ સમય સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતા

સોમનાથની ભૂમિને હરિ અને હરની ભૂમિ કહેવામાં આવે છે, સોમનાથ ખાતે સરસ્વતી કપિલા અને હિરણ નદીનું સંગમ થાય છે. જેના કારણે આ સ્થળને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ત્રિવેણીમાં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે સ્વ. કેશુભાઈ પટેલ લગભગ 2 દાયકાથી પણ વધુ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમજ હાલમાં પણ નરેન્દ્ર મોદી, અમીત શાહ સહિતના ટ્રસ્ટીઓએ વધુ એક વખત કેશુભાઈ પટેલને અધ્યક્ષ તરીકે સર્વાનુમતે નિમણૂક કર્યા હતા. જો કે, સ્વ. કેશુભાઈ પટેલનું ટૂંકી બીમારી બાદ નિધન થતા તેમના અસ્થિઓનું સોમવારે તેમના પરિવારે ત્રિવેણીમાં વિસર્જન કર્યું છે.

સોમનાથમાં પાર્વતીજી મંદિર બનશે

સ્વ.કેશુભાઈ પટેલની ઈચ્છા હતી કે, સોમનાથમાં પાર્વતીજી મંદિર બને જેને લઈ હાલમાં જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં સોમનાથ મંદિર પરિસર માં પાર્વતીજીના મંદિરનું કામ ચાલુ થશે.

ABOUT THE AUTHOR

...view details