- સોમનાથમાં રચાયો અદભુત ખગોળીય સંયોગ
- શ્રી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ, ચંદ્ર અને ધ્વજ દંડ આવ્યા એક ક્ષિતિજમાં
- પ્રતિવર્ષ માત્ર કાર્તિકી પૂર્ણિમા પર બને છે આ વિરલ ઘટના
ગીર સોમનાથ : હિંદુ ધર્મની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે રવિવાર રાત્રિના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ જોવા મળ્યો હતો. રવિવારના રોજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર, સોમનાથનાં શિખર પરનું ત્રિશુલ અને સોમનાથ શિવલિંગ એક જ ક્ષિતિજમાં આવ્યા હતા.
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા એ વર્ષમાં એક જ વાર યોજાતા વિશેષ સંયોગના દ્રશ્યો આ સંયોગનાં તેમજ સોમનાથ મહાદેવનાં દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ ધન્ય બને છે
પ્રતિ વર્ષ માત્ર એક જ વાર કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ આ સંયોગ રચાય છે. આ સંયોગનાં તેમજ સોમનાથ મહાદેવનાં દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ ધન્ય બને છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે લોકોને મંદિરમાં આ સંયોગના દર્શન કરવા પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ત્યારે ETV BHARATના માધ્યમથી જુઓ સોમનાથમાં રચાતો આ દુર્લભ સંયોગ અને મહાદેવની રાત્રિની મહા આરતી.
પ્રતિવર્ષ માત્ર કાર્તિકી પૂર્ણિમા પર બને છે આ વિરલ ઘટના જાણો શુ છે કાર્તિકી પૂર્ણિમા પર રચાતો સંયોગ?
કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સોમનાથમાં રચાતા ખગોળીય સંયોગના દર્શને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, પણ કોરોનાની મહામારીને કારણે સોમનાથમાં આ દ્રશ્યના દર્શન કરવા લોકોને પ્રવેશ આપવામાં આપ્યો ન હતો. ત્યારે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ 12 કલાકે ચંદ્ર સોમનાથ મંદિરના શિખર પર આવે છે અને એ સમયે ધ્વજ દંડ, ત્રિશુલ અને સોમનાથનું શિવલિંગ એક જ લાઇનમાં આવતા દુર્લભ દ્રશ્યો જોવા મળે છે.
ચંદ્ર અને ધ્વજ દંડ આવ્યા એક ક્ષિતિજમાં ETV BHARAT પર સૌપ્રથમ થશે ભક્તોને મહાદેવના દર્શન
12 કલાકે થોડી મિનિટો માટે આ તમામ તત્ત્વો એક સીધી લાઇનમાં આવે છે. વર્ષમાં એક જ વાર થોડા સમય માટે બનતા આ યોગનાં દર્શન જુઓ સૌપ્રથમ ETV BHARATના માધ્યમથી અને આ અદભુત દ્રશ્ય અને સોમનાથ દાદાનાં દર્શન કરી ભક્તિમાં લીન થાય છે.
ETV BHARAT પર સૌપ્રથમ થશે ભક્તોને મહાદેવના દર્શન