ગુજરાત

gujarat

ETV Bharat / state

Ganga Dussehra 2023 : આજે ગંગા દશેરાનું પર્વ, શા માટે ગંગાજીનું અવતરણ પૃથ્વી પર થયું જૂઓ - ગંગા દશેરા 2023 ઉત્સવ

આજે જયેષ્ઠ સુદ દશમ એટલે કે ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે ઋષિ ભગીરથી દ્વારા પૃથ્વીપર ગંગાનું અવતરણ કરાયું હતું. જેને લઇને સોમનાથ નજીક પ્રભાસ પાટણ તીર્થક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઘાટ પર ભક્તો દ્વારા સ્નાન, પૂજા અને દાન પુણ્ય કરીને પર્વ મનાવવામાં આવી રહ્યું છે.

Ganga Dussehra 2023 : આજે ગંગા દશેરાનું પર્વ, શા માટે ગંગાજીનું અવતરણ પૃથ્વી પર થયું જૂઓ
Ganga Dussehra 2023 : આજે ગંગા દશેરાનું પર્વ, શા માટે ગંગાજીનું અવતરણ પૃથ્વી પર થયું જૂઓ

By

Published : May 30, 2023, 4:20 PM IST

આજે જયેષ્ઠ સુદ દશમ એટલે કે ગંગા દશેરાનો તહેવાર

જૂનાગઢ :જેઠ માસના સુદ પક્ષના દિવસે રાજા ભગીરથની તપશ્ચર્યા બાદ આજના દિવસે માં ગંગાનું સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક પર અવતરણ થયું હતું. જેને હિન્દુ પરંપરામાં ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે ગંગાની આરતી અને પૂજન કરવામાં આવે છે. ગંગા દશેરાનું પર્વ ઉત્તર ભારતમાં ખૂબ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે, આ સાથે દેશના અનેક મંદિરોમાં પણ ગંગા દશેરાના પર્વની ઉજવણી થતી હોય છે. ત્યારે સોમનાથ પાસે પ્રભાસ પાટણ તીર્થક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઘાટ પર પણ ભક્તો જોવા મળતા હોય છે.

માં ગંગાનું અવતરણ :રાજા ભાગીરથી દ્વારા અખંડ અને આકરી તપશ્ચર્યા બાદ ગંગાનુ સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકમાં અવતરણ થયું હતું, ત્યારથી જયેષ્ઠ સુદ દશમના દિવસે ગંગા દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. માં ગંગાને સુર અને અસુરોનું કલ્યાણ કરનારી માતા તરીકે ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. જેથી આજના દિવસે જ્યાં ત્રણ નદીઓનો સંગમ થતો હોય તેવા ત્રિવેણી સંગમ ઘાટ પર જઈને સ્નાન, તર્પણ અને પૂજન કરવાનો વિશેષ મહિમા છે. આજના દિવસે કરવામાં આવેલા સ્નાન અને પૂજનને કારણે ભક્તોને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે, ત્યારે આજના દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી આવેલા ભક્તોએ માં ગંગાનું પૂજન કરવાનો વિશેષ અવસર આજે ત્રિવેણી ઘાટે મેળવીને ધન્યતા પ્રાપ્ત કરશે.

આજના દિવસે ચાર શુભ યોગનો સંયોગ :આ દિવસે માં ગંગાનું અવતરણ થયું તે હસ્ત નક્ષત્રમાં થયું હતું. જેના કારણે ગંગા દશેરાના દિવસે હસ્ત નક્ષત્રમાં પવિત્ર નદી અને ખાસ કરીને ગંગા નદીના સ્નાન કરવાથી પ્રત્યેક ભક્તોના કષ્ટ - પીડા દૂર થાય છે. આજના દિવસે ગુરુ, ચંદ્ર, મંગળનો ગજકેસરી અને મહાલક્ષ્મી યોગ પણ સર્જાય છે. તેથી ધાર્મિક દ્રષ્ટિએ ત્રિવેણી સંગમ સમા આ વર્ષના ગંગા દશેરાના દિવસે નદીમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા જોવા મળે છે.

આજના દિવસે દશના યોગનું મહત્વ :આજના દિવસે દાન પુણ્યનું મહત્વ હોય છે. ભક્તો દ્વારા જે કોઈપણ વસ્તુ દાન કરવામાં આવે તેની સંખ્યા 10 રાખવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. પૂજા વિધિમાં જે વસ્તુને સામેલ કરવામાં આવે તેની સંખ્યા પણ 10 રાખવામાં આવે તો તેના શુભ ફળ પ્રાપ્ત થતા હોય છે. આજના દિવસે પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી કોઈપણ વ્યક્તિના 10 જેટલા પાપોમાંથી મુક્તિ મળતી હોય છે.

  1. Ganga Dussehra 2023: આજે ગંગા દશેરા, સ્નાન, પૂજા અને દાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ, જાણો મહત્વ
  2. Geeta Rabari: સ્વર સેવા અને સંગીતનો ત્રિવેણી સંગમ, ફ્રીમાં અન્નસેવા હેતું ફંડ એકઠું થયું
  3. Ganga Dussehra Festival: ગંગા દશહરા પર્વ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી

ABOUT THE AUTHOR

...view details