જાણો 'યોગા' ગોલ્ડન ગર્લ ભારતી સોલંકીની પ્રેરણાદાયી સફર... - bharti solanki
ગીરસોમનાથઃ જિલ્લાના સુત્રાપાડાના નાના એવા લાટી ગામના શ્રમજીવી ખેડૂતની પુત્રી ભારતીએ યોગ ક્ષેત્રે સમગ્ર રાજ્ય સહિત ભારતનું નામ રોશન કર્યું છે. બાંગ્લાદેશ ખાતે યોજાયેલી એશિયાઇ યોગા ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીતીને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું છે. ગોલ્ડન ગર્લ ભારતીએ અત્યાર સુધીની ટૂંકી કારકિર્દીમાં 35થી વધુ મેડલ્સ મેળવ્યા છે. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ અને અન્ય પડકારો સામે ગોલ્ડ મેડલ્સ મેળવીને આજે ભારતી ચમકી રહી છે.
નરેન્દ્ર મોદી ગુજરાત આ મુખ્યપ્રધાન હતા ત્યારે ભારતીને સન્માનિત કરી છે. હવે તેને ખેલમહાકુંભ ના ગોલ્ડ મેડલ કે રાષ્ટ્રીય કક્ષા ના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ થી જરા પણ સંતોષ નથી. તેનું લક્ષ્ય યોગ ક્ષેત્રે તેણે તાજેતરમાં જીતેલુ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન ની ખિતાબ ફરી જીતવાનું છે. તો હાલમાંજ બાંગ્લાદેશ માં યોજાયેલ એશિયાઈ યોગા ચેમ્પિયનશીપમાં તેણે ઝળહળતી સફળતા મેળવિને લાટી ગામ, કે ગીરસોમનાથ જિલ્લા નું નહીં પરંતુ ભારત દેશનું નામ રોશન કર્યું છે. ભારતીએ અંદાજે 35 મેડલ્સ મેળવ્યા જેમાં 20 જેટલા તો ગોલ્ડ મેડલ્સ જીતવામાં તે સફળ રહી છે.