ગુજરાત

gujarat

ETV Bharat / state

Jayotirling Somnath Darshan : જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણમાં જતાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની આ છે તૈયારીઓ - સોમનાથ મહાદેવની પાલખી યાત્રા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન (Jayotirling Somnath Darshan) કરવા માટે દેશ અને દુનિયામાંથી ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો આવતા હોય છે. કોરોનાના બે વર્ષ બાદ સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust ) દ્વારા મહાદેવના દર્શને આવતા શિવભક્તો માટે દર્શનથી (Somnath Darshan in Sharavan 2022 ) લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ છે.

Jayotirling Somnath Darshan : જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણમાં જતાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની આ છે તૈયારીઓ
Jayotirling Somnath Darshan : જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણમાં જતાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની આ છે તૈયારીઓ

By

Published : Jul 28, 2022, 3:28 PM IST

સોમનાથ: શ્રાવણ માસને (Somnath Darshan in Sharavan 2022 )લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થા- જ્યોતિર્લિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુગમતાની આગવી વ્યવસ્થા કરતાં દર્શનથી લઈને ભક્તોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેનો લાભ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન (Jayotirling Somnath Darshan) કરવા માટે આવતા શિવભક્તો મેળવી શકશે. સમગ્ર માસ દરમિયાન ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust ) દ્વારા મંદિર પરિસર અને તેની આસપાસમાં કરવામાં આવશે જેનો લાભ પણ સોમનાથ આવતા શિવભક્તોને મળશે.

કોરોનાના બે વર્ષ બાદ આ શ્રાવણમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડશે

આ પણ વાંચોઃ સ્વચ્છતા ત્યાં પ્રભુતા: શ્રાવણ મહિનના પ્રારંભ પહેલા મંદિરોમાં સફાઈનું મહાઅભિયાન

શ્રાવણમાં થશે સવા લાખ બિલ્વપત્ર દ્વારા મહાદેવનો અભિષેક - શ્રાવણ માસ (Somnath Darshan in Sharavan 2022 )દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં સવા લાખ બિલ્વપત્ર દ્વારા પણ મહાદેવનો અભિષેક (Somnath Trust )નું આયોજન કરવામાં આવશે. સાથે સાથે શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે પરંપરાગત રીતે નીકળતી સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું (Palkhi Yatra of Somnath Mahadev ) પણ (Somnath Trust ) આયોજન કરાયું છે. સોમનાથમાં આયોજિત પાલખીયાત્રામાં શિવભક્તો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ (Jayotirling Somnath Darshan)ધરાવે છે. જે કોરોનાકાળના બે વર્ષ બાદ યોજાશે.

આ પણ વાંચોઃકેજરીવાલે કર્યા સોમનાથ દર્શન, લઠ્ઠાકાંડ વિશે પુછતા કહ્યું- "અહિયા રાજનીતિની વાત નહીં"

સવારે ચાર વાગ્યે મંદિર ખુલશે -વધુમાં શ્રાવણ મહિનાના (Somnath Darshan in Sharavan 2022 )પ્રત્યેક સોમવાર અને તહેવારોના દિવસે સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગ્યે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. જે રાત્રિના દસ વાગ્યા સુધી સતત ભક્તોને જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન (Jayotirling Somnath Darshan)થઈ શકે તે માટે ખુલ્લુ રહેશે. આ રીતે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ થકી મોટી સંખ્યામાં ભક્તોને શિવદર્શનનો લહાવો અપાવવા સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust ) સજ્જ થઇ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details