- ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા
- જિલ્લા ભાજપ મંત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો
- વેરાવળ કોવિડ હોસ્પિટલમાં રેમડેસીવર ઇન્જેકશનની માંગણી કરી
ગીર સોમનાથ : કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આજે પ્રથમ વખત રેકર્ડબ્રેક 61 નવા કેસ નોંધાયા છે. તેમાં વેરાવળમાં 16, સુત્રાપાડામાં 2, કોડિનારમાં 5, ઉનામાં 24, ગીરગઢડામાં 5, તાલાલામાં 9 કેસો નોંધાયા છે. આજે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયેલું નથી. આજે સારવારમાં રહેલા 7 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.
જિલ્લામાં 1 લાખ 37 હજાર 862 લોકોને કોરોના રસીથી સુરક્ષિત
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં 1 લાખ 37 હજાર 862 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વધુ 1,872 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.
2 હજાર રેમડેસીવર ઇન્જેકશન માંગણી કરી આ પણ વાંચો : ગીર સોમનાથના ભાજપના પ્રદેશ પ્રમુખ અને કોંગી ધારાસભ્યએ રાજ્ય સરકારને રેમડેસીવીર ઇન્જેક્શન અંગે લખ્યો પત્ર
ભાજપ પ્રદેશ મંત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો
ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરી ઠક્કરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતુ કે, ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ મહામારીના સંક્રમણ કારણે ક્રિટીકલ દર્દીઓની સારવાર ચાલી રહેલી છે. જેમાં કોવિડ-19ને લગતા રેમડેસીવીર ઈન્જેકશનની ખાસ જરૂરિયાત છે.
મુખ્યપ્રધાનને પત્ર લખી 2 હજાર રેમડેસીવર ઇન્જેકશન માંગણી કરી ક્રિટીકલ દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો
ગીર-સોમનાથ જિલ્લાનું મખ્ય મથક વેરાવળ છે. જયાંથી કોવિડ-19ને લગતી દવાઓ તથા ઈન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે. જિલ્લામાં અત્યારે ક્રિટીકલ દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થતા ઈન્જેકશનોની જરૂરિયાતમાં પણ ખાસો વધારો થયેલો છે. આજ રોજ સિવિલમાં રેમડેસીવીર ઈન્જેકશનનો કોઈપણ સ્ટોક હાજર ન હોવાથી આજે જ તાત્કાલિક આ ઈન્જેકશન જથ્થો ફાળવવા માંગણી છે.
હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેકશનની અછત
આ પણ વાંચો : આણંદમાં ખોટા મેસેજે દર્દીઓના સગાઓને જિલ્લા પંચાયત દોડાવ્યા
ગીર સોમનાથ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ જિલ્લા મથક વેરાવળમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાલખ થાય છે. તાજેતરની મારી સિવિલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેકશનની અછત વારંવાર સર્જાતી હોવાનું ધ્યાને આવ્યું હતુ.
મુખ્યપ્રધાનને પત્ર લખી 2 હજાર રેમડેસીવર ઇન્જેકશન માંગણી કરી 2 હજાર નંગ ઇન્જેકશનનો વેરાવળ કોવિડ હોસ્પિટલને ફાળવવા માંગણી કરી
દરરોજ મોટી માત્રામાં રેમડેસીવીર ઇન્જેકશનોની સિવીલ અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતા કોરોનાના દર્દીઅઓને જરૂરિયાત પડી રહી છે. જેથી 2 હજાર નંગ રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો વેરાવળ કોવિડ હોસ્પિટલને સત્વરે ફાળવવા આરોગ્ય પ્રધાન નિતીન પટેલને પત્ર લખી માંગણી કરી છે.