ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ: ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં યોગ દિવસની ઉજવણી - gsm

ગીર સોમનાથઃ પ્રભાસતીર્થની તપોભૂમી સોમનાથ છે, જ્યાં અનેક ઋષી મુનીઓએ યોગ તપસ્યાઓ કરી છે. એજ સંદેશ આજે વીશ્વભરમાં મોદી ફેલાવી રહ્યા છે. ત્યારે પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમિતે તીર્થભૂમી સોમનાથ મંદીરના પરિસરમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jun 21, 2019, 7:19 PM IST

સોમનાથએ પ્રભાસતીર્થને તપોભૂમી કહેવાય છે, ત્યારે આ ક્ષેત્રમાં પૌરાણીક સમયમાં અનેક ઋષી મુનીઓએ તપસ્યા અને યોગ કર્યા હતા. આજે પાંચમા વિશ્વયોગ દીવસે સોમનાથ મંદીર પરીસરમાં જિલ્લા વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન સહીત સ્થાનીકો અને શાળાના બાળકોએ યોગ કર્યા હતા. ત્યારે જાણે સોમનાથ મંદીર ભક્તિ સાથે યોગના રંગોથી રંગાયું હોય તેવુ સૌ અનુભવી રહ્યા હતાં.

પ્રભાસતીર્થ સોમનાથમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

સોમનાથએ તપોભૂમી છે, અહી અનેક ઋષી મુનીઓએ તપસ્યા અને યોગ કર્યા છે. તે સ્થાને આજે યોગ કરવાનુ સૌભાગ્ય ભાગ્યશાળીને મળતું હોય છે. શારીરિક સ્વસ્થનો સંદોશો મોદીએ વિશ્વભરમાં પહોચાડ્યો છે, જે ભારતવર્ષ માટે ગૌરવની વાત છે.

ABOUT THE AUTHOR

...view details