ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં પર્યટકોને ઉપયોગી ઈનસાઈડ ગીર સોમનાથ મોબાઈલ એપ્લિકેશન લોંચ કરાઈ - Mobile Application Launched

ગીરસોમનાથમાં પર્યટન સ્થળે આવતા પર્યટકોને પ્રવાસની માહિતી મળી રહે તે ઉદ્દેશથી "ઇનસાઇડ ગીરસોમનાથ" નામની એપ્લિકેશન લોંચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન પર્યટકોને ગીરસોમનાથ જિલ્લાના તમામ સ્થળોની માહિતી આપશે.

ઈનસાઈડ ગીર સોમનાથ મોબાઈલ એપ્લિકેશન લોંચ કરાઈ
ઈનસાઈડ ગીર સોમનાથ મોબાઈલ એપ્લિકેશન લોંચ કરાઈ

By

Published : Apr 10, 2021, 2:48 PM IST

  • ગીરસોમનાથને અનુલક્ષીને "ઇનસાઇડ ગીરસોમનાથ" મોબાઈલ એપ્લિકેશન લોંચ કરાઇ
  • પર્યટકોને પ્રવાસન સ્થળની માહિતી મળી તે માટેએપ્લિકેશન બનાવાઇ
  • પર્યટકોને ગીરસોમનાથ જિલ્લાના તમામ સ્થળોની માહિતી મળી શકશે

ગીરસોમનાથ :રાજ્ય સરકાર પર્યટન સ્થળોને વિકસાવવા માટે પ્રયત્નો કરી રહી છે. પ્રવાસે આવતા પર્યટકોને પ્રવાસન સ્થળની માહિતી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાને અનુલક્ષીને "ઇનસાઇડ ગીરસોમનાથ" મોબાઈલ એપ્લિકેશન લોંચ કરવામાં આવી હતી.

"ઇનસાઇડ ગીરસોમનાથ" મોબાઈલ એપ્લિકેશન લોંચ કરાઇ

ટૂરિસ્ટ એપ્લિકેશન માટે ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવી

એપ્લિકેશન જિલ્લા કલેક્ટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રીના નિર્દેશ અનુસાર એન.આઈ.સી ડી.આઈ.ઓશ્રી બોડા બીકશું, એન.આઈ.સી ઈજનેરશ્રી ધાર્મિક ચાંદેગરા, ધવલ જેઠવા અને આઈ.સી.ટી ઓફિસરશ્રી વિજય ભાલિયા દ્વારા ટૂરિસ્ટ માટે ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન

એપ્લિકેશન ગીર સોમનાથની પ્રવાસી અને પર્યટન માટે આકર્ષક


એપ્લિકેશનના ઉદ્દેશથી, પર્યટકોને ગીરસોમનાથ જિલ્લાના તમામ સ્થળોની માહિતી મળી શકશે. સોમનાથ મંદિર અને નજીકના સ્થળોનો ગીરનો સમૃદ્ધ વારસોની પ્રાકૃતિક અને વન્યપ્રાણી સુંદરતાને રજૂ કરવા માટે પ્રામાણિક પ્રયાસ છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન ગીર સોમનાથની પ્રવાસી અને પર્યટન માટે આકર્ષક છે.

આ પણ વાંચો : કચ્છ રાષ્ટ્રીય પ્રવાસન સમિટ ખાતે દિલ્હી ટૂરિઝમના સેક્રેટરી સાથે ETV BHARATની ખાસ વાતચીત

એપ્લિકેશન વિવિધ ટૂરિસ્ટ પ્લેસ માન્ય ટ્રાવેલ એજન્ટો વિશેની માહિતી પ્રદાન કરે

આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન, વિકાસ, પ્રોત્સાહન અને જિલ્લાની પર્યટન સ્થળ તરીકે પર્યટન જાળવવા અને હાલના પર્યટનને સુધારવા અને વિસ્તૃત કરવાનો છે. એપ્લિકેશન વિવિધ ટૂરિસ્ટ પ્લેસ માન્ય ટ્રાવેલ એજન્ટો વિશેની માહિતી પ્રદાન કરે છે. ટુરીસ્ટ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને ટૂંકુ અંતર શોધી શકે છે. નકશા જોવા માટે મોબાઇલ ફોન GPS, નેટવર્ક સક્ષમ હોવો આવશ્યક છે. નેવિગેશન, જીપીએસ, ગૂગલ મેપ્સ, પ્રોડક્ટ મેનૂઝ, ગીરસોમનાથ વિશે સ્થાનો, મેળા અને તહેવાર, ટ્રિપ પ્લાનર છે.

ABOUT THE AUTHOR

...view details