ગીર સોમનાથઃ એક તરફ કોરોના મહામારીથી સમગ્ર વીશ્વ ચિંતીત છે, તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ખેડુતોમાં મુશ્કેલીના વાદળ હટવાનું નામ નથી લઈ રહ્યું. પેહલા કેસર કેરી બાદમાં લીલા મરચા તો અગાઉ મગફળી, ઘઊ વગેરે પાકોમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોએ ભારે માત્રામાં નુકશાની ભોગવી પડી હતી. ત્યા નવું સંકટ લીલા નાળિયેરમાં ફેલાયું છે. ગીર સોમનાથ દરીયાકીનારા પરનો જિલ્લો હોય અહી વ્યાપક પ્રમાણમાં લીલા નાળીયેરના બગીચાઓની ખેતી થાય છે.
ગીર સોમનાથમાં ખેડૂતોના માથે આફત, નાળિયેરીમાં પડી જીવાત
અર્વાચીન કાળમાં સૌરાષ્ટ્રમાં ચોરવાડથી ઉના સુધીના વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. જેની પાછળનું કારણ દરિયાકિનારાના વિસ્તારમાં આવેલી નાળયેરીની ખેતી કરે છે. નાળયેરીઓ ખેડૂતો માટે રોકડ પાક ગણવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારી સાથે ખેડુતોને સતત વિવિધ પાકોમાં નુકશાન કરનાર કુદરતી સંકટ આવ્યું છે.
છેલ્લા થોડા સમયથી માંગરોળથી લઈ ઊના સુધીના બગીચાઓમાં સફેદમાખી અને તેનાથી ઉપજતી જીવાતનો ઊપદ્રવ ફેલાયો છે, જે માખી ઝાડ પત્તાં અને નાળિયેરમાંથી સત્વ ચુસી લે છે. પરીણામે પત્તા, ફળ, કાળા પડે છે અને આપો આપ ખરી પડે છે. જેથી લીલા નાળિયેર આવનારા સમયમાં ઓછા જોવા મળશે અને તેની કીંમત પણ વધી શકે છે. હાલ ખેડૂતો વ્યાપક પ્રમાણમાં બગીચાઓમાં માખીને અટકાવવા જંતુ નાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે.
મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં આ નાળિયેરની નિકાસ થતી હોય છે. જેમા મોટા ભાગના નગરો લોકડાઉનને લઈને ખેડૂતોનો રામબાણ સમાન પાક નાળિયેરી પણ નિષફળ જતા જગતનો તાત લાચાર બન્યો છે. સરકાર પાસે મદદની આસ લગાવીને બેઠો છે.