ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા - કોરોનાની બીજી લહેર

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં પણ હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 119 કેસ નોંધાયા હતા. જ્યારે 116 દર્દી સાજા થયા હતા. તો બીજી તરફ વેક્સિનેશનમાં પણ ગતિ જોવા મળી રહી છે. સોમવારે જિલ્લામાં 4,898 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા

By

Published : May 4, 2021, 8:35 AM IST

  • ગીર સોમનાથમાં કોરોના સંક્રમણની સાથે વેક્સિનેશનમાં પણ ગતિ જોવા મળી
  • જિલ્લામાં સોમવારે 4,898 લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 1,79,408નું કોરોના વેક્સિનેશન થઈ ચૂક્યું છે

ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તો બીજી તરફ વેક્સિનેશનમાં પણ ગતિ જોવા મળી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા હતા. જ્યારે 116 દર્દી સાજા થયા હતા. આ સાથે જ જિલ્લામાં સોમવારે 4,898 લોકોનું વેક્સિનેશન થયું હતું.

આ પણ વાંચોઃLIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

સોમવારે સૌથી વધારે 27 કોરોનાના કેસ વેરાવળમાં નોંધાયા

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસ દરરોજ નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. સોમવારે ફરી કેસોની સંખ્‍યામાં વધારો નોંઘાયો હતો. જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 119 નવા કેસ નોંધાયા હતા, જેમાં વેરાવળમાં 27, સૂત્રાપાડામાં 15, કોડીનારમાં 18, ઉનામાં 26, ગીરગઢડામાં 11, તાલાળામાં 2 કેસ નોંધાયા છે. જોકે, સોમવારે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયું નથી અને પ્રથમ વખત રેકોર્ડબ્રેક 116 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્‍વસ્‍થ થયા છે.

ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા

આ પણ વાંચોઃગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,999 દર્દી કોરોનાને માત આપી

જિલ્લામાં 1.70 લાખ લોકોને વેક્સિનનું કવચ અપાઈ ચૂક્યું છે
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1,70,408 લોકોને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. જ્યારે સોમવારે વધુ 4,898 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઈ ચૂક્યું છે.

ABOUT THE AUTHOR

...view details