- તાલાલા પંથકમાં અત્યારે કેસર કેરીની સિઝન પુર બહારમાં ચાલુ
- સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં કેરીના હજારો બોક્સ વેચાણ માટે જાય
- કેસર કેરીની સિઝન પહેલા પાંચથી છ પ્રાઈવેટ ટ્રાવેલ્સ દોડતી, જે બમણી થઇ
ગીર-સોમનાથ : જિલ્લાના નાના માલવાહકો દ્વારા તાલાલા મામલતદાર તથા PSI મારફતે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથકમાં અત્યારે કેસર કેરીની સિઝન પુર બહારમાં ચાલુ છે. તાલાલા પંથકમાંથી દરરોજ હજારો બોક્સ અમદાવાદ, વડોદરા, સુરત સહિત સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં વેચાણ માટે જાય છે.
કેરીની ફેરીઓ દ્વારા નાના માલવાહકો પરિવારનું જીવન ગુજરાન ચલાવે
તાલાલા પંથકમાં અત્યારે નાની બોલેરો સહિત 400 જેટલા RTO માન્યતા પ્રાપ્ત નાના માલવાહકો માલની હેરાફેરીની કામગીરી કરે છે. કેરીની ફેરીઓ દ્વારા પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. પરંતુ અત્યારે તાલાલા પંથકમાં પેસેન્જ૨ પાસિંગ ધરાવતી ટ્રાવેલ્સની કંપનીની બસો પ્રવાસીઓને બદલે કેસર કેરીના બોક્સનું પરિવહન કરે છે.
આ પણ વાંચો : સુરતમાં નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
RTOના નિતી નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન થઇ રહ્યું
આંકોલવાડી ગીરથી તાલાલા ગીર સુધીમાં આવતા તમામ ગામોમાંથીદ૨૨ોજ કેસર કેરીના હજારો બોક્સનું પ્રાઈવેટ ટ્રાવેલ્સમાં પરિવહન થાય છે. જે RTOના નિતી નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન તેમજ તાલાલા પંથકના બોલેરો સહિત નાના 400 જેટલા ગરીબ માલવાહકોની આજીવિકા ઉપર તરાપ મારવા બરાબર છે. ખાનગી ટ્રાવેલ્સમાં કેસર કેરીની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતિ તુરંત અટકાવવી જોઈએ.