- રાજકોટ-અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં વન્યપ્રાણીઓના આંટાફેરા
- ગીરગઢડાના બેડીયામાં સિંહે બળદનું મારણ કરી મિજબાની માણી
- ઘટના કેમેરામાં કેદ કરાયેલી હોવાથી સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ
ગીર-સોમનાથ :ગીરના જંગલમાં વન્યપ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા સામાન્ય બની ગયા છે. તેવી જ રીતે રાજકોટ-અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં વન્યપ્રાણી જેવા કે સિંહ, દીપડાના પણ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર મુંગાપશુઓ પર હુમલો કરી મારણની મિજબાની માણતા હોય છે.
સિંહના આવવાથી પશુઓમાં અફડા-તફડી
રાત્રિના સમયે ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં સિંહ આવી ચડ્યો હતો. સિંહના આવવાથી પશુઓમાં અફડા-તફડી મચી હતી. જે દરમિયાન આવી ચઢેલા સિંહ દ્વારા એક બળદને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો.