- મુખ્યપ્રધાને શરૂ કરાવ્યો કોરોનામુક્ત અભિયાન
- ગીર સોમનાથથી કરાવ્યો આરંભ
- રાજ્યપાલે પણ કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા કહ્યું
ગીર સોમનાથ: ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમત્તે સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ મારૂં ગામ કોરોનામુક્ત ગામ રાજ્ય વ્યાપી અભિયાનનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પ્રમુખો સભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યો તેમજ પદાધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારે સ્વાગત પ્રવચન કર્યું. સચિવ અશ્વિનીકુમારે સરકાર દ્વારા કોવિડ-19 અટકાવવા લેવાયેલા પગલાંની જાણકારી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્યક્ષેત્રે સારી કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા જણાવ્યું હતું.
વધુ વાંચો:વેક્સિન માટે ધરમ ધક્કા: 18 વર્ષથી ઉપરનાને રજિસ્ટ્રેશન બાદ પણ વેક્સિન સેન્ટરમાં પ્રવેશ અપાયો નહીં