ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં ધો. 9 અને 11ની શાળા શરૂ થતા પહેલા દિવસે ધો. 9ના માત્ર 39 ટકા વિદ્યાર્થી આવ્યા

ગીર સોમનાથ જિલ્લામાં છ તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કર્યા પછી જ પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવી છે. ગીર સોમનાથમાં ધોરણ 9માં 39 ટકા અને ધોરણ 11માં 47 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.

ગીર સોમનાથમાં ધો. 9 અને 11ની શાળા શરૂ થતા પહેલા દિવસે ધો. 9ના માત્ર 39 ટકા વિદ્યાર્થી આવ્યા
ગીર સોમનાથમાં ધો. 9 અને 11ની શાળા શરૂ થતા પહેલા દિવસે ધો. 9ના માત્ર 39 ટકા વિદ્યાર્થી આવ્યા

By

Published : Feb 2, 2021, 5:39 PM IST

  • ગીર સોમનાથમાં ધોરણ 9માં 39 ટકા અને ધોરણ 11માં 47 ટકા વિદ્યાર્થી શાળાએ આવ્યા
  • જિલ્‍લાના છ તાલુકાની સરકારી, ગ્રાન્‍ટેડ-નોનો ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું
  • વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કર્યા પછી પ્રવેશ અપાય છે, સોશિયલ ડિસ્‍ટન્‍સને ધ્યાનમાં રાખી બેઠક વ્યવસ્થા ગોઠવાઈ
    ગીર સોમનાથમાં ધો. 9 અને 11ની શાળા શરૂ થતા પહેલા દિવસે ધો. 9ના માત્ર 39 ટકા વિદ્યાર્થી આવ્યા

ગીર સોમનાથઃ જિલ્લાની કુલ 329 શાળાઓમાં આજથી ધોરણ 9 અને 11ના અભ્‍યાસ સાથે બીજા તબક્કાના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. જિલ્‍લાના છ તાલુકામાં આજે પ્રથમ દિવસે ધોરણ 9માં 8,800 (39.23 ટકા) જ્યારે ધોરણ 11માં 4,127 (46.94 ટકા) વિદ્યાર્થીઓ શાળાએ આવ્‍યા હતા. પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરતા જોવા મળી રહ્યા હતા.

ગીર સોમનાથમાં ધો. 9 અને 11ની શાળા શરૂ થતા પહેલા દિવસે ધો. 9ના માત્ર 39 ટકા વિદ્યાર્થી આવ્યા

કોરોના મહામારીના પગલે પ્રભાવિત શિક્ષણ કાર્ય ફરી ધબકતું થયું

કોરોના મહામારીના કારણે 10 મહિના બાદ રાજયમાં તબક્કાવાર શિક્ષણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે. બીજા તબકકાના શિક્ષણ કાર્યમાં ધોરણ 9 અને 11ના વર્ગખંડો વિદ્યાર્થીઓ માટે કોરોનાની ગાઈડલાઈનની અમલવારી સાથે ખોલવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્‍લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા અને ઉના શહેર-તાલુકાઓમાં ધોરણ 9 અને 11ની શાળાઓ ખુલી હતી, જેમાં જિલ્‍લાની તમામ શાળાઓમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સામે કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા તે અંગે શિક્ષણ વિભાગે માહિતી આપી હતી.

ગીર સોમનાથમાં ધો. 9 અને 11ની શાળા શરૂ થતા પહેલા દિવસે ધો. 9ના માત્ર 39 ટકા વિદ્યાર્થી આવ્યા

નોન ગ્રાન્ટેડ શાળા કરતા ગ્રાન્ટેડ શાળામાં પ્રથમ દિવસે વધારે વિદ્યાર્થી આવ્યા

શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર, આજે પ્રથમ દિવસે ધોરણ 9માં કુલ 22,430 સામે 8,800 (39.23 ટકા) જ્યારે ધોરણ 11માં 8,792 સામે 4,127 (46.94 ટકા) વિદ્યાર્થીઓ શાળાઓએ આવ્‍યા હતા. જિલ્લાના છ તાલુકામાં આવેલી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 9માં 1,760 સામે 1,059 વિઘાર્થીઓ (60.17 ટકા) અને ધોરણ 11માં 1,136 સામે 348 વિદ્યાર્થીઓ (52.28 ટકા) વિદ્યાર્થી આવ્યા હતા. જિલ્‍લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9માં 10,622 સામે 5,442 વિઘાર્થી (51.23 ટકા) અને ધોરણ 11માં 5,801ની સામે 2,975 વિદ્યાર્થીઓ (51.28 ટકા) આવ્યા હતા. જિલ્‍લાની નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9માં 10,048 વિદ્યાર્થીઓ સામે 2,299 વિદ્યાર્થીઓ (22.88 ટકા) અને ધોરણ 11માં 8,792 સામે 4,127 વિદ્યાર્થીઓ (36.15 ટકા) શાળાઓમાં આવ્યા હતા.

કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ કોરોના હજી ગયો નથી. આના કારણે જ શાળાઓ ફરી શરૂ તો થઈ છે, પરંતુ તમામ શાળામાં કોરોના ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. શાળામાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પ્રથમ દિવસે કોરોનાની જાહેર ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ માસ્‍ક પહેરીને આવ્યા હતા. જ્યારે વર્ગખંડોમાં સોશિયલ ડિસ્‍ટન્‍સ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જોકે, પ્રથમ દિવસે પાંખી હાજરી જોઈને લાગે છે કે વાલીઓ હજી પણ વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા ખચકાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details