ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં 60 કે તેથી વધુ વર્ષના 161 વ્યક્તિને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અપાયો - Vaccine

સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જ્યારે 60 કે તેથી વધુ વર્ષના વયોવૃદ્ધ લોકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં 60 કે તેથી વધુ વર્ષના 161 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો
ગીર સોમનાથ જિલ્લામાં 60 કે તેથી વધુ વર્ષના 161 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો

By

Published : Mar 5, 2021, 4:22 PM IST

Updated : Mar 5, 2021, 8:34 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં રસીકરણનો ધમધમાટ
  • 60 કે તેથી વધુ વયના 161 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો
  • ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને પણ વેક્સીન ડોઝ અપાયો

ગીર સોમનાથ- ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં 5 આરોગ્ય કર્મચારીને પ્રથમ ડોઝ, 37 કર્મચારીઓને બીજો ડોઝ, તાલાળા તાલુકામાં 9 આરોગ્ય કર્મચારીને બીજો ડોઝ, કોડીનાર તાલુકામાં 5 આરોગ્ય કર્મચારીને બીજો ડોઝ અને ગીરગઢડા તાલુકામાં 6 આરોગ્ય કર્મચારીને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં હેલ્થ વર્કરોને વેક્સીનના બીજા ડોઝ આપવાની શરૂઆત કરાઇ

જિલ્લામાં આ રીતે અપાઈ રહી છે વેક્સીન

વેરાવળ તાલુકાના 14 ફન્ટ લાઈન કોરોના વોરિર્યસને પ્રથમ ડોઝ, 37 ફન્ટ લાઈન કોરોના વોરિર્યસને બીજો ડોઝ, કોડીનાર તાલુકાના 1 ફન્ટ લાઈન કોરોના વોરિર્યસને બીજો ડોઝ, 45થી 60 વર્ષના વેરાવળ તાલુકાના 81 લોકોને પ્રથમ ડોઝ, કોડીનાર તાલુકામાં 3 લોકોને, ઉના તાલુકામાં 23 લોકોને જ્યારે ગીરગઢડામાં 1 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. વેરાવળ તાલુકામાં 60 વર્ષથી વધુ વયના 3 લોકોને, તાલાળા તાલુકામાં 24 લોકોને, સુત્રાપાડા તાલુકામાં 100 લોકોને, કોડીનાર તાલુકામાં 18 લોકોને, ઉના તાલુકામાં 15 લોકોને જ્યારે ગીરગઢડા તાલુકામાં 1 મળી કુલ 161 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ માહિતી આરસીએચઓ ડૉ. ગૌસ્વામીએ આપેલી યાદીમાં જણાવાઇ છે.

Last Updated : Mar 5, 2021, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details