- જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું
- તંત્રની કડક કાર્યવાહીના ઇશારા બાદ વેરાવળની બજારો બપોર પછી સ્વયંભુ લોકડાઉન થયું
- અમુક વેપારીઓની લાપરવાહી સામે તંત્રની લાલ આંખ
ગીર સોમનાથ: જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 29 હજાર 742 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 2,772 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું ક્યાં કેટલા નોંધાયા કેસ
તેમાં વેરાવળમાં 6, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 13, ઉનામાં 9, ગીરગઢડામાં 5, તાલાલામાં 3 કેસો નોંઘાયા છે. આજે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંઘાયું નથી. સારવારમાં રહેલ 21 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
વેરાવળની બજારો બપોર બાદ થઈ સ્વયંભુ લોકડાઉન આ પણ વાંચો: હિંમતનગરમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન, બજારો સ્વયંભૂ બંધ રહ્યા
તંત્રની કડક કાર્યવાહીના ઇશારા બાદ વેરાવળની બજારો બપોર પછી સ્વયંભુ લોકડાઉન થયું
વેરાવળ શહેરમાં આંશિક લોકડાઉનનો પ્રારંભ થતાં સાંજે 4 વાગ્યા બાદ તમામ બજારોની મોટાભાગની સ્વયંભુ બંઘ થઇ ગઇ હતી. શહેરમાં કોરોનાનું સંક્રમણ વઘી રહેલું હોવાના લીઘે પ્રાંત અઘિકારીએ વેપારીઓ સાથે બેઠક કરી સ્વૈચ્છિક લોકડાઉન કરવા અપીલ કરી હતી. જયારે પોલીસ તંત્રએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના નિયમ બાબતે ડ્રાઇવ યોજી 10થી વઘુ વેપારીઓને બન્ને નિયમોના ભંગ બદલ રૂપિયા 1-1 હજારનો દંડ ફટકારવાની કડક કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
અમુક વેપારીઓની લાપરવાહી સામે તંત્રની લાલ આંખ
આમ શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરવા બાબતે બેદરકારી દાખવતા અને લોકડાઉન કરવા અંગે બેવડુ ઘોરણ અપનાવતા અમુક વેપારીઓ તંત્રની લાલ આંખ કરતી ઇશારાની ભાષા સમજી ગયા હોય તેમ સ્વયંભુ જાહેરાત મુજબ 4 વાગ્યે દુકાનો બંઘ કરતા નજરે પડયા હતા. સાંજે 4 વાગ્યા બાદ શહેરની બજારો અને રસ્તાઓ સુમસામ નજરે પડતા હતા. તો બીજી તરફ શહેરના ચોપાટી, ગાર્ડનો જેવા ફરવાલાયક સ્થળો પણ તંત્રએ બંઘ કરી બંદોબસ્ત ગોઠવી દીઘેલો જોવા મળતો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું