ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં મહિલા પ્રેમી પાછળ ભાગી અને પ્રેમી પૈસા લઈને ભાગ્યો - દાગીના લઈ ફરાર

181 અભયમની ટીમે કેટલાય લોકોના ઘર તૂટતા બચાવ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં. અહીં પતિ અને બાળકની છોડીને ભાગી ગયેલી યુવતીને 181ની ટીમે સમજાવી હતી. આ યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, પરંતુ 181ની ટીમે તેને સમજાવતા યુવતી પોતાના પરિવાર પાસે પરત ફરી હતી.

ગીર સોમનાથમાં મહિલા પ્રેમી પાછળ ભાગી અને પ્રેમી પૈસા લઈને ભાગ્યો
ગીર સોમનાથમાં મહિલા પ્રેમી પાછળ ભાગી અને પ્રેમી પૈસા લઈને ભાગ્યો

By

Published : Mar 31, 2021, 3:12 PM IST

  • પતિ-બાળકને છોડીને ભાગી પણ પ્રેમી રૂપિયા દાગીના લઈને ભાગ્યો
  • પત્નીને ભૂલ સમજાતાં પતિ પાસે પાછા જવા 181ની ટીમને વિનંતી કરી
  • 181ની ટીમે મદદ કરી પરિણીતાને પતિનો સહારો અપાવ્યો

આ પણ વાંચોઃઅમદાવાદ: જાણો મહિલાઓ માટેની હેલ્પલાઇન 181 અભયમ કેવી રીતે કરે છે કામ?

વેરાવળઃ વેરાવળ તાલુકાની એક હોટેલમાંથી 181 અભયમની ટીમને એક ફોન આવ્યો હતો. આ મહિલાએ ફોન પર જણાવ્યું હતું કે, મારો પ્રેેમી મને લગ્નની લાલચ આપી હોટેલમાં રાખીને જતો રહ્યો છે. આ સાથે જ મારા પૈસા પણ લઈને જતો રહ્યો છે. આથી ફરજ હાજર 181ની ટીમના કાઉન્સિલર મનીષા ઢોલિયા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃપિયરપક્ષ અને દીકરાના ત્રાસથી કંટાળેલી મહિલાને આજીમાં કુદે તે પહેલા181ની ટીમે બચાવી

181ની ટીમે મહિલાના પતિને સમજાવ્યો હતો

181ની ટીમે મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેના પ્રેમીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ સાથે જ તેના દાગીના લઈને પણ ફરાર થઈ ગયો છે. 181ની ટીમ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અહીંથી મહિલાના પતિને ફોન કરી બોલાવવામાં આવ્યો હતો. મહિલાના પતિએ પત્નીને માફ કરી દીધી હતી અને પોતાના ઘરે પરત લઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details