ગુજરાત

gujarat

By

Published : Feb 24, 2021, 9:53 AM IST

ETV Bharat / state

ગીર સોમનાથમાં વેરાવળથી મુંબઈની સીધી ટ્રેન શરૂ થઇ

વેરાવળથી મુંબઈની શરુ થયેલી ટ્રેનમાં પ્રથમ દિવસે જ 102 યાત્રિકોએ રીર્ઝવેશન સાથે પ્રવાસ કર્યો હતો. તેમજ આ ટ્રેન શરુ થવાથી સોમનાથ આવવા માંગતા યાત્રીકોને સુવિધા મળશે. આ કારણથી યાત્રીકોમાં ખુશીની લહેર દોડી રહી છે.

વેરાવળથી મુંબઈની સીધી ટ્રેન
વેરાવળથી મુંબઈની સીધી ટ્રેન

  • પ્રથમ દિવસે 102 યાત્રિકોએ રીર્ઝવેશન સાથે કરી સફર
  • સીધી મુંબઇની ટ્રેન મળતા હરખભેર આવકારી
  • યાત્રીકોમાં ખુશીની લહેર

ગીર સોમનાથ: કોરોના કારણે અગિયાર મહિનાથી સોમનાથ (વેરાવળ)થી રેલ વ્યવહાર બંધ રહ્યા બાદ મંગળવારથી વેરાવળ-બાંદ્રા (મુંબઈ) ટ્રેનનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે વેરાવળથી 100થી વધુ યાત્રીકોએ રીર્ઝવેશન સાથે મુસાફરી કરી હતી. મંગળવારથી ટ્રેન સુવિધા શરૂ થતા સોમનાથ આવવા માંગતા યાત્રીકોને રાહત સાથે સુવિધા મળશે.

ટ્રેન ટાઈમ ટેબલ...

રેલ વિભાગએ આજથી વેરાવળ-બાંદ્રા (મુંબઈ) સીધી ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશનથી દરરોજ બપોરે 11:50 વાગ્‍યે ઉપડી બીજા દિવસે સવારે 5:40 કલાકે બાંદ્રા પહોંચશે. જયારે દરરોજ બાંદ્રાથી બપોરે 1:40 વાગ્‍યે ઉપડી બીજા દિવસે સવારે 7:20 કલાકે વેરાવળ પહોંચશે. આમ, વેરાવળ (સોમનાથ)સાથે સોરઠને પ્રથમ વખત મુંબઈને જોડતી સીધી ટ્રેન સેવાનો લાભ મળ્યો છે.

યાત્રિકોએ ટ્રેનને આવકારી

વેરાવળ રેલવે સ્ટેશનથી મંગળવારે સ્ટેશન માસ્તર એ.આર.ત્રિવેદી, સુપ્રી. એમ.બી.ખાનની ઉપસ્થિતીમાં ટ્રેનનો પ્રારંભ થયો હતો. જયારે મંગળવારની પ્રથમ ટ્રીપમાં ટ્રેનના ડ્રાઇવર એચ.એન.કુરેશી તથા જયદીપકુમાર તેમજ ગાર્ડ પી.એમ.સુરાણી સાથે રહેલા હતા, આ ટ્રેન 24 ડબ્‍બાની છે. જેમાં સેકન્‍ડ ACના 1, થર્ડ ACના 5, જનરલ સીટીંગના 5, સ્લીપર કલાસના 12 તથા SLR પાર્સલ વાનના બે ડબ્બાનો સમાવેશ કરાયો છે. પ્રથમ દિવસે 102 યાત્રીકોએ રીર્ઝવેશન કરી યાત્રાનો પ્રારંભ કરેલો. આ ટ્રેન શરૂ થતાં યાત્રિકોમાં ખુશીની લહેર જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details