- એક મહિના પહેલા દીપડાએ યુવાનને ફાડી ખાધો હતો
- વન-વિભાગે એક મહિનામાં બે દિપડાને કેદ કર્યાં
- દીપડાને ઉંમર અંદાજે 12 વર્ષ હોવાનું જાણવા મળ્યું
ગીર સોમનાથ : જિલ્લાના કોડિનાર-સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓની રંજાડ કાયમી રહે છે. છેલ્લા એક-બે માસ દરમિયાન દિપડાઓના હુમલાની અનેક ઘટનાઓ બની છે. જેથી દિપડાઓને કેદ કરવા વન વિભાગ સતત દોડતુ રહે છે. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી કોડિનાર નજીકના વિઠ્ઠલપુર ગામની સીમમાં વન વિભાગ દ્વારા મારણ સાથેનું પાંજરુ મુકવામાં આવેલં હતું. જેમાં આજે શનિવારે વહેલી સવારે મારણની લાલચે દિપડો કેદ થયો હતો. જેની જાણ વન વિભાગના અઘિકારીઓને કરાતા કેદ થયેલ ખુંખાર દિપડાને સાસણ ખસેડવા વનકર્મીઓએ તજવીજ હાથ ધરી છે. કેદ થયેલો દિપડો અંદાજે 12 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.