ગીર સોમનાથ: સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું - Husband wife quarrel
સોમનાથમાં માનવતા અને પતિ-પત્નીના સંબંધો પર લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ગામમાં પતીએ સામાન્ય ઝઘડામાં તેની પત્નીનું નાક કાપી નાખતા તે ગંભીર રૂપે ઘાયલ થઈ હતી.
પત્નીનું નાક કાપ્યું
ગીર સોમનાથ: જિલ્લાના ગીરગઢડાના તાલુકાના કોદીયા ગામે પતિએ તેની પત્ની સાથે થયેલા ઝગડા બાદ પત્નીનું નાક કાપી નાખ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને પહેલાં ગીર ગઢડાની સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી પતિની અટકાયત કરવા વધુ તપાસ શરૂ કરી હતી.