- ત્રિવેણી ઘાટે સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે
- ત્રિવેણી સંગમ ઘાટ અને પ્રાચીના મોક્ષ પીપળેના સ્થળે ટ્રાફીકના જામના દ્રશ્યો જોવા મળ્યા
- શંભુ એટલે વિશ્વના લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખુટ ભંડાર
ગીર-સોમનાથ: શિવ એટલે કલ્યાણ અને શંકર એટલે કલ્યાણ કરવાવાળા તેમજ શંભુ એટલે વિશ્વના લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખુટ ભંડાર. અરબી સમુદ્રના કિનારે બીરાજમાન સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લંગ છે. આવી જ રીતે આ પવિત્ર ધરતીમાં ક્રૃષ્ણ ભગવાને 56 કોટી યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રીવેણી સંગમના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યુ હતુ. શ્રી ક્રૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો. જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે. અને અહી સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે, તેવુ શાસ્ત્રોમાં વીદીત હોવાનું તીર્થ પુરોહિત જયદેવભાઇ જાની જણાવી રહ્યા છે.
ભક્તો સોમવતી અમાસે પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃતર્પણ કરતા મળ્યા જોવા
આજે સોમવતી અમાસના પાવન દિવસે સોમનાથ સાંનિઘ્ય હિરણ, કપીલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી સંગમ ઘાટ ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો ડુબકી લગાવી સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃતર્પણ કરી રહ્યા હતા. ભાવિકો પોતાના પિતૃઓને યાદ કરી શ્રાદ્ધાદિક કર્મ કરવાથી આરોગ્ય, સુખ, શાંતી તેમજ સમૃદ્ધી પ્રાપ્ત થતી હોવાનું પુરાણોમાં પણ ઉલ્લેખ સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનું અતી મહત્વ જણાવ્યું છે. જેથી આજે આ અલભ્ય દિવસનો લાભ લઇ મોટી સંખ્યામાં ભાવિકો ધન્યતા પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.
મહાસાગરમાં સ્નાન કરી ભાવિક પ્રસન્નતા પ્રાપ્ત કરે છે