ગુજરાત

gujarat

ETV Bharat / state

પિતૃઓને પણ નડ્યો કોરોના, પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

દેવાધિદેવ સોમનાથના ધામ પ્રભાસ તીર્થને મોક્ષ આપનારી ભૂમિ ગણવામાં આવે છે. પ્રતિવર્ષ લાખો લોકો શ્રાદ્ધકર્મ માટે આ તીર્થની મુલાકાત લેતા હોય છે, પરંતુ આ વખતે અહીં શ્રદ્ધાળુઓની પાંખી હાજરીને લઇને એવું લાગી રહ્યુ છે જાણે પિતૃઓને પણ કોરોના નડી રહ્યો છે...

પિતૃઓને પણ નડ્યો કોરોના, પ્રભાસતીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી
પિતૃઓને પણ નડ્યો કોરોના, પ્રભાસતીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

By

Published : Sep 13, 2020, 8:47 PM IST

ગીર સોમનાથ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. કોરોના મહામારીનો આ સમય દરેક વ્યક્તિ, સમુદાય અને વ્યવસ્થા માટે સંકટની પરિસ્થિતિ છે ત્યારે ધાર્મિક આસ્થાઓ તેમજ રીત-રિવાજો પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે.

પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તેવા શ્રાદ્ધકર્મ માટેના ઉત્તમ સ્થળોમાંનું એક એવું પ્રભાસતીર્થ આ વાતની ખાતરી કરાવે છે. પ્રભાસતીર્થમાં આવેલા ત્રિવેણી સંગમ પર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોનાને કારણે શ્રધ્ધાળુઓની સંખ્યામાં તેમજ અહીં શ્રાદ્ધકર્મ વિધિઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

દેવાધિદેવ સોમનાથ જ્યાં બિરાજે છે અને જગતગુરુ શ્રીકૃષ્ણ જ્યાંથી નિજધામ ગયા એવા પ્રભાસ તીર્થને મોક્ષ આપનારી ભૂમિ ગણવામાં આવે છે. પ્રભાસ તીર્થ પર કરવામાં આવતી વિધિઓ અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પિતૃઓને તર્પણ કરવામાં અનેકગણું પુણ્ય મળે છે.

પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી
પહેલાના સમયમાં ભાદરવા માસમાં જે ત્રિવેણી સંગમ પર પગ મૂકવાની જગ્યા નહોતી ત્યાં ભક્તોની પાંખી હાજરી એ વાતની સાક્ષી પૂરે છે કે કોરોનાએ જીવિત લોકોની સાથે મૃતાત્માઓના શ્રાદ્ધકર્મને પણ પ્રભાવિત કર્યું છે.
પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

તેમ છતાં જે શ્રદ્ધાળુઓ અહીં વિધિ કરાવવા માટે આવ્યા છે તે તમામને સરકાર દ્વારા નિર્દેશિત કોવિડ 19 ગાઇડલાઇન્સનું પાલન કરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે.

પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

બ્રાહ્મણો તેમજ યજમાનો તમામે સામાજીક અંતર જાળવી રાખી માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. અહીં આવેલા શ્રદ્ધાળુઓ ન ફક્ત પોતાના પૂર્વજો અને સ્નેહીઓ માટે, પરંતુ કોરોનાના કારણે મૃત્યુ પામેલા તમામ લોકોની સદગતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી

પ્રભાસ તીર્થના પુરોહિતો પણ સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી રહ્યા છે કે, કોરોનાને કારણે મૃત્યુ પામેલા વિશ્વના તમામ લોકોને ઈશ્વર શરણ આપે અને વૈકુંઠમાં સ્થાન આપે.

જે ભારત ભૂમિની વસુધૈવ કુટુંબકમની ભાવનાની જીત ચોક્કસ કહી શકાય.

- ગીર સોમનાથથી કૌશલ જોશીનો વિશેષ અહેવાલ.

ABOUT THE AUTHOR

...view details