ગીરસોમનાથમાં ભારે ગંદકી તેમજ જોડીયાં શહેર વેરાવળ સોમનાથમાં મોટા પાયે વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયેલા જોવા મળે છે. જેના કારણે દેશ વિદેશના પર્યટકો અહીંની ગંદકી જોઈને ખરાબ છાપ લઈને જતા હોય છે. ત્યારે તાજેતરમાં અહીં આવેલા પ્રાંત કલેક્ટર નીતિન સાંગવાને વેરાવળ સોમનાથમાં દબાણો જે દુર થતાં નહોતાં તેના પર કોઈ પક્ષપાત કે લાગવગ વગર JCB ફેરવવામાં આવ્યું હતું.
ગીર સોમનાથમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર - gujaratinews
ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથને આઈકોનિક પ્લેસમાં સમાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રથમવાર તંત્ર દ્વારા રસ્તાઓ પહોળા કરવા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં મહત્વનું એ છે કે, ગીરસોમનાથના ડેપ્યુટી કલેક્ટર નીતિન સાંગવાને નાયક સ્ટાઈલમાં પોતે JCBની આગળ ચાલીને દબાણ હટાવતા હતા.
આ ટીમ સમયાંત્તરે સતત રસ્તાની મુલાકાત કરશે, જો આ જગ્યાઓ પર ફરી દબાણ થશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો જિલ્લામાં આવેલા શંખ સર્કલથી શિવચોકી સુધી તમામ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. સાથે જ ડીમોલીશનનો ચાર્જ દંડ પણ વસુલ્યો હતો.
મહત્વનું એ છે કે, ગીરસોમનાથના ડેપ્યુટી કલેક્ટર નીતિન સાંગવાને નાયક ફિલ્મની જેમ પોતે રસ્તા પર ઉતર્યા હતા. તેમજ કોઈની શરમ કે પક્ષપાત વગર આ ડીમોલીશન કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ફરી આ જગ્યા પર દબાણો કરાશે તો આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે. હજુ અનેક દબાણો છે, જે થોડા સમયમાં હટાવી દેવામાં આવશે.