ગીર સોમનાથઃ વેરાવળમાં આવેલી આઈ.જી મેમોરીયલ હોસ્પિટલ લોકોના જીવનું જોખમ બની છે. કારણ કે, આ હોસ્પિટલની વિઝિટમાં આવેલા બે ડૉક્ટરનો રિપોર્ટ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી હોસ્પિટલમાં સ્ટાફને ક્વોરેન્ટાઈન કરાયા છે. તેમજ તેમના રહેણાંક વિસ્તારને સીલ કર્યા છે. તેમજ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર 450થી વધુ દર્દીઓની તાપસ હાથ ધરવામાં આવી છે.
વેરાવળ શહેરમાં આઈ.જી મેમોરીયલ હોસ્પિટલમાં 9 જૂનના રોજ રાજકોટના બે તબીબો વિઝિટમાં આવ્યાં હતા. જે રાજકોટ પરત જતાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આઈ.જી.હોસ્પિટલ વેરાવળના ડૉ.રાજેશ ઘનશાણી તેમજ એક મહિલા ડૉક્ટર અને એક કંમ્પાઉન્ડરનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી આ હોસ્પિટલના 16 કર્મચારીઓને ક્વોરેન્ટાઈન કરાયા છે.