ગુજરાત

gujarat

ETV Bharat / state

Hunting at Gir Somnath: તાલાલાના આંબળાશ ગીર ગામમાં સસલાનો શિકાર કરતા 2 શિકારી ઝડપાયા - કાયદેસરની કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામમાં સસલાનો શિકાર (Rabbit hunting) કરતા 2 શિકારીઓની ધરપકડ (Arrest of hunters) કરવામાં આવી હતી. આ સાથે જ બંને શિકારી પાસેથી 15,000 રૂપિયાનો દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વન વિભાગ (Forest Department)ની કડક કાર્યવાહીના કારણે શિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Hunting at Gir Somnath: તાલાલાના આંબળાશ ગીર ગામમાં સસલાનો શિકાર કરતા 2 શિકારી ઝડપાયા
Hunting at Gir Somnath: તાલાલાના આંબળાશ ગીર ગામમાં સસલાનો શિકાર કરતા 2 શિકારી ઝડપાયા

By

Published : Jun 30, 2021, 12:27 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં સસલાનો શિકાર (Rabbit hunting) કરતા 2 શિકારીની ધરપકડ (Arrest of hunters)
  • વન વિભાગે બંને શિકારીઓ (Hunters) પાસેથી 15,000 રૂપિયાનો દંડ વસૂલ્યો
  • વન વિભાગ (Forest Department)ની કડક કાર્યવાહીના કારણે શિકારીઓ (Hunters)માં ફફડાટ ફેલાયો

ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામેમાં શિકારની પ્રવૃત્તિ (Hunting activity)માં વધારો થઈ રહ્યો છે. ત્યારે સસલાનો શિકાર (Rabbit hunting) કરતા બે શિકારીઓને ઝડપી લેવાયા હતા. ત્યારબાદ બંને આરોપી પાસેથી વન વિભાગે (Forest Department) 15,000 રૂપિયાનો દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વન વિભાગ (Forest Department)ની કાર્યવાહીના પગલે શિકારી પ્રવૃત્તિ કરતા શખ્સોમાં ફફડાટની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો-જંગીમાં નીલગાયનો શિકાર કરનારા બે શખ્સોને વનતંત્રએ ઝડપ્યા

2 શિકારીઓએ જાળ બાંધી હોવાની માહિતી મળી હતી

જિલ્લાના કોડીનાર તાલુકામાંથી ચંદન ઘો નામના પ્રાણીનો શિકાર કરી રહેલા શિકારીને ખેડૂતોએ રંગેહાથ ઝડપી વન વિભાગને સોંપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન જિલ્લાના તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામની પૂર્વ બાજુ આવેલા ચારણુંમાવાળા જંગલ વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે વન્ય પ્રાણી સસલાનો શિકાર કરવા બે શિકારીઓએ જાળ બાંધી હોવાની માહિતી તાલાલા ગીર વનવિભાગની કચેરીને મળી હતી.

આ પણ વાંચો-વન્ય પ્રાણીઓના શિકારની શંકાએ પોરબંદરમાં વન વિભાગનું રેડ એલર્ટ

રાઉન્ડ ફોરેસ્ટરે સ્ટાફ સાથે મળી તપાસ હાથ ધરી હતી

રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડ તથા મનીષ રવૈયા સ્ટાફ સાથે આંબળાશ ગીર ગામે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં રમેશ ઝીણા કોળી, રાયગર પ્રમેજી દેવીપૂજક (રે.આંબળાશ ગીર)ને સસલાના શિકાર કરવાના સાધનો સાથે બન્નેને ઝડપી લીધા હતા. સસલાના શિકારીઓ સામે વન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વન અધિકારીઓએ 15,000 રૂપિયા દંડ વસુલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગની કડક કાર્યવાહીથી વન્ય પ્રાણીના શિકારની પ્રવૃતિમાં સંડોવાયેલ લોકો ફફડાટ પ્રસરી ગયેલ હતો.

ABOUT THE AUTHOR

...view details