ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં કઈ રીતે ચાલી રહ્યું છે, લોકડાઉન જાણો વિસ્તારથી... - Lockdown in the country 4

ગીર સોમનાથ જિલ્લામાં લોકો લોકડાઉન બાબતે સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યાં છે. સરકાર દ્વારા રેડ ઝોનમાંથી લોકોને બહારના જિલ્લામાં જવાની પરવાનગી આપીને આરોગ્ય વિભાગ, પોલીસ અને લોકોની મેહનત પર પાણી ફેરવ્યું હોય તેવું લોકો અનુભવી રહ્યા છે.

first jyotirlinga somnath
ગીરસોમનાથ

By

Published : May 18, 2020, 3:20 PM IST

ગીરસોમનાથ: દેશમાં લોકડાઉન 4 શરૂ થયું છે, ત્યારે ગીરસોમનાથમાં સોમનાથ જ્યોતિર્લિંગને લોકડાઉનની પણ અસર થઈ છે. સોમનાથમાં પ્રતિદિન હજારો યાત્રિઓ દર્શને આવતા હોય છે. ત્યારે લોકડાઉનમાં સોમનાથ વેરાન ભાસી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટની પ્રતિ માસની દોઢથી 2 કરોડની આવક 2 લાખે સમેટાઈ છે. ત્યારે લોકડાઉનમાં ટ્રસ્ટના અતિથિ ગૃહોને જિલ્લાના કોરોન્ટાઈન ઝોન બનાવાયા છે.

જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં કઈ રીતે ચાલી રહ્યું છે, લોકડાઉન જાણો વિસ્તાર થી...
ત્યારે ગીરસોમનાથ જિલ્લાના લોકોમાં સરકાર પ્રત્યે રોષ છે. જેનું કારણ છે અમદાવાદ અને સુરતથી સરકારે મંજૂરી સાથે મોકલેલા લોકો. કે જેમાંના 23 ને આવતાની સાથે જ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે લોકોનો સવાલ છે કે, એટલા મહિના સુધી જ્યારે લોકોએ લોકોડાઉનનું ચુસ્ત પાલન કર્યું ત્યારે સરકાર દ્વારા રેડ ઝોનમાંથી લોકોને બહારના જિલ્લામાં જવાની પરવાનગી આપીને આરોગ્ય વિભાગ , પોલીસ અને લોકોની મેહનત પર પાણી ફેરવ્યું હોય તેવું લોકો અનુભવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details