ગીર સોમનાથ: જિલ્લાના ખેડૂત મિત્રોના આંબા પાકમાં ઉનાળાની શરૂઆતના દિવસોમાં ભુકીછારો તેમજ ફળ ખરણનો પ્રશ્ર ઉપસ્થિત થતો હોય છે. ત્યારે ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા સસ્તો અને સરળ ઉપાય ખેડૂતોને સૂચવવામાં આવ્યો છે.
આંબા પાકમાં કેરીનું ખરણ અટકાવવા માટે 100 લીટર પાણીમાં 2 ગ્રામ એન.એ.એ ખાતર અને યુરિયા 2 કિલો મુજબ છંટકાવ કરવાથી કેરી ખરતી અટકે છે, અને ફળના કદમાં વધારો થાય છે. અથવા પ્લાનોફિક્સ 100 લીટર પાણીમાં 45 ગ્રામ અને 2 કિલો યુરીયા સાથે છંટકાવ કરવો.