ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ-ભાવનગર હાઇવે પરનો પુલ જર્જરીત હાલતમાં, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય - જર્જરીત પુલ

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર હિરણ નદીના જર્જરીત પુલ પરથી પ્રતિદિન હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. જેમાં 3 મહાકાય ઉદ્યોગના હેવી લોડેડ ટ્રક તેમજ ભાવનગર અને અમરેલી તરફથી સોમનાથ આવતા યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. વરસાદના કારણે આ પુલનું ધોવાણ થયું છે. ત્યારે દોઢ ફૂટથી વધુ ખાડાવાળા આ જર્જરીત પુલ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે.

hiran river bridge
સોમનાથ-ભાવનગર હાઇવે પરનો પુલ જર્જરીત હાલતમાં

By

Published : Jul 9, 2020, 8:26 PM IST

ગીર સોમનાથઃ સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર સોમનાથ નજીક આવેલી હીરણ નદી પર અંગ્રેજ કાળનો પુલ આવેલો છે. તંત્ર દ્વારા આ પુલનું સમારકામ પણ કરવામાં આવે છે. પરંતુ થોડા એવા વરસાદથી પણ પુલ ઉપર પાણી ભરાય છે. આ પુલ પર ઊંડા ખાડાઓ અને ભરેલા પાણીના કારણે અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે.

પુલની જર્જરીત હાલત

આ પુલની હાલત ખૂબ જ જર્જરીત છે. ચોમાસામાં વરસાદને કારણે પુલ પરના ખાડાઓમાં પાણી ભરાય છે. આ પુલ પરથી ભારે વાહનો પણ પસાર થાય છે. પુલ પર ખાડા હોવાથી ઘણીવખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. અહીં એમ્બ્યુલન્સ પણ ક્યારેક અડધો કલાકથી વધુ સમય ફસાયેલી રહે છે.

આ માર્ગ પર વિશાળ ઉદ્યોગો આવેલા હોવાથી ભારે વાહનો પસાર થતા ગમે ત્યારે આ પુલ તૂટી પડવાની સંભાવના રહેલી છે. લોકો ભયના ઓથાર હેઠળ આ પુલ પસાર કરી રહ્યા છે. તંત્ર આ બાબતે નીંદ્રાધીન હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે નેશનલ હાઇવે ઑથોરિટી લોકોના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી.

સોમનાથ-ભાવનગર હાઇવે પરનો પુલ જર્જરીત હાલતમાં

ચોમાસાની સિઝનમાં પુલની હાલત બિસ્માર થઈ છે. તંત્ર દ્વારા પુલનું સમારકામ પણ કરાયું નથી તેમજ કોઇ દિશા નિર્દેશન પણ આપવામાં આવ્યા નથી. હવે જોવાનું એ રહ્યું કે, કોઇ મોટા અકસ્માત પહેલા જર્જરીત પુલનું યોગ્ય નિવારણ લાવવામાં આવશે કે કેમ તે તો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details