ગુજરાત

gujarat

ETV Bharat / state

268 કરોડના વિવાદ મુદ્દે રાજ્ય જાહેર હિસાબ સમિતિ દ્વારા 'હિરણ 2' યોજનાની તપાસ કરાઈ - Rayon Grasim Company

રાજ્ય વીધાન સભા અધ્યક્ષ નીર્મીત જાહેર હીસાબ સમીતીએ હીરણડેમ 2 સાઈટની સ્થળ તપાસ કરી હતી. રેયોન ગ્રાસીમ કંપની દ્રારા પેસ કદમી કરી કૂવા બનાવામાં આવ્યા છે. અને સરકારના 268 કરોડ રૂપીયા ભરવામાં કંપની ઠાગાઠૈયા કરી રહી છે, કંપની સામે પગલાં ભરવા ખેડુતો માંગ કરી રહ્યા છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

By

Published : Jan 23, 2020, 3:33 AM IST

ગીર સોમનાથઃ જિલ્લાના મીઠાપાણીના સ્ત્રોતમાં સૌથી મોટો હીરણ ડેમ-2 મનાય છે. આ ડેમ પરથી વેરાવળ પાટણ ચોરવાડ સુત્રાપાડા પાલીકાઓ તેમજ 52 ગામોને પીવાનું પાણી અપાય છે. ખેડુતોના મતે આ પીવાના પાણી સાથે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપવાનું નીર્ણય સરકાર દ્રારા લેવાયો હતો પરંતુ, તે ઊપરાંત આ ડેમમાંથી ઈન્ડીયન રેયોન સુત્રાપાડા ફેક્ટરીઓને પણ પાણી અપાય છે.

268 કરોડના વિવાદ મુદ્દે રાજ્ય જાહેર હિસાબ સમિતિ દ્વારા હિરણ2 યોજનાની તપાસ કરાઈ

જેમાં ડેમથી નીચે નદીના પટ પાસે પેશકદમી વાળી જગ્યાએ રેયોન ગ્રાસીમ કંપનીએ ગેરકાયદેસર કુવો ખોદી અને પાણી ઊપાડ્યુ હતું અને જેનું બીલ 268 કરોડ ભરવાના બાકી છે. ત્યારે રાજ્યના વિવિધ જળાશયોમાં ચાલતી ગેરરીતીઓ ક્ષતીઓની તપાસ માટે વીધાનસભાના અધ્યક્ષ દ્રારા 5 સભ્યો જે વીવીધ પક્ષોના ધારાસભ્યોની ટીમ સાથે ઊચ્ચ અધીકારીઓએ અધ્યક્ષ પુંજા વંશની અધ્યક્ષતામાં હીરણડેમ2ની સાઈટ વીઝીટ કરી સ્થળ તપાસ કરી હતી. કંપનીએ પેસકદમી કરી હોય અને સરકારી ભરણુ ન ભર્યાનો રીપોર્ટ તૈયાર કર્યો હતો જે સરકારને સુપ્રત કરાશે.

જે હિરણ 2 સિંચાઈ યોજનાની ગાંધી નગરથી હીસાબ સમીતીની ટીમે તપાસ કરી છે. તે 1972-1975ના સમયમાં ડેમ બન્યો ત્યારથી પ્રથમ ખેતી માટે બનાવાયો હતો. બાદમાં 6 એકમો તેમાંથી પાણી ઉપાડી રહ્યા છે, પણ ખેડૂતોનું માનવું છે કે એમના ભાગનું પાણી ઊધ્યોગોને અપાય છે. રેયોન કંપની બે ફામ પાણી ઊપાડે છે. હાલ અઢીસો કરોડ બીલ નથી ભર્યું ત્યારે 25 વર્ષના અન્યાય સામે અમે હાઈકોર્ટમાં આ બાબતે PIL દાખલ કરેલી છે. ત્યારે 500 રૂપિયાનો મેમો 5 ગણતરીના દિવસોમાં ઉઘરાવતી સરકાર 268 કરોડ ક્યારે ઉઘરાવે છે તે જોવી રસપ્રદ રહેશે.

ABOUT THE AUTHOR

...view details