- ગીર સોમનાથના કોડીનારમાં હિન્દૂ સમાજ સનગઠન અને વેપારીઓની રેલી યોજાઈ
- છાછર ગામે RSS કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં રેલી
- વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદન પાઠવ્યું
ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના છાછર ગામે બે દિવસ પૂર્વે રામ મંદિર નિર્માણ માટે નિઘિ એકત્ર કરવા ગયેલા RSSના 5 જેટલા કાર્યકરો પર ચોક્કસ કોમના લોકોએ હુમલો કરેલો હોવાની ઘટના બની હતી. જે અંગે પોલીસે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી છે. આ ઘટનાના વિરોઘમાં આજે અડઘો દિવસ હિન્દુ સંગઠનોએ કોડીનાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેના પગલે આજે સવારથી કોડીનાર શહેર જડબેસલાક બંધ હતું. જ્યારે તાલુકાના ગીર દેવળી, ડોળાસા, ઘાંટવડ, આલીદર સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારો સ્વયંભુ રીતે અડઘો દિવસ જડબેસલાક બંધ રહ્યાં હતા. આ બંધ સવારથી બપોર સુધીનું હોય જેમાં સમગ્ર કોડીનાર શહેર અને પંથક સ્વયંભુ જોડાયાનો નજારો સર્વત્ર જોવા મળતો હતો. શહેર હોય કે ગ્રામ્ય કયાંય પણ એક પણ દુકાનના શટર ખુલ્લા ન હતા.
કોડીનાર શહેરે સજ્જડ બંધ પાળ્યું