ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં GFGNL પાસે નિયમ મુજબ કામ કરાવવા હાઈકોર્ટનો આદેશ

GFGNL પાસે નિયમ મુજબ કામ કરાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવાની કામગીરી નિયમોનુસાર કરાવવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, જાગૃત નાગરિક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ કરી હતી.

By

Published : Mar 17, 2021, 10:37 PM IST

ગીર સોમનાથમાં GFGNL પાસે નિયમ મુજબ કામ કરાવવા હાઈકોર્ટનો આદેશ
ગીર સોમનાથમાં GFGNL પાસે નિયમ મુજબ કામ કરાવવા હાઈકોર્ટનો આદેશ

  • GFGNL પાસે નિયમ મુજબ કામ કરાવવા હાઈકોર્ટનો આદેશ
  • જાહેર હિતની અરજી બાદ કોર્ટનો હુકમ
  • જાગૃત નાગરિક દ્વારા કરાઈ હતી જાહેર હિતની અરજી

ગીર સોમનાથઃ GFGNL પાસે નિયમ મુજબ કામ કરાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. સરકારે અમુક ચોક્ક્સ નિયમોને ધ્યાને રાખી છેવાડાના ગામડા સુધી નેટવર્ક પહોંચે અને ગ્રામપંચાયત ઓનલાઈન નેટ પર કાર્યરત થઈ શકે એવા હેતુથી સૌરાષ્ટ્રમાં GFGNL(ગુજરાત ફાઇબ ગ્રીડ નેટવર્કર લિમિટેડ)કંપની કામ કરી રહી છે. જો કે, તે કામ સદર કંપની દ્વારા અમુક નિયમો અને શરતોને નેવે મૂકી કરવામાં આવતું હોય જે બાબતે વેરાવળના જાગૃત નાગરિક દ્વારા નામ.ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ RTI: જાહેર માહિતી અધિકારીએ માહિતી ન આપતા હાઈકોર્ટે પગલા લેવાનો આદેશ કર્યો

ડે. કલેક્ટર કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ કામના આદેશ

ત્યારે હાઇકોર્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટર રેન્જના અધિકારીની નજર તળે જવાબદાર એવા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ સ્ટેટ વિભાગના કાર્યપાલક ઇજનેરોને આ સમગ્ર પ્રકરણે યોગ્ય કરવા હુકમ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details